તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

નવસારી3 મહિનો પહેલા
  • ડાંગ જિલ્લાના સ્થળો પર પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો

હરિયાળી ધરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. જિલ્લામાં આ વર્ષે મેઘકૃપા થતા જ જિલ્લામાં વનરાજી ખીલી ઉઠી છે. ચોમાસા દરમિયાન સર્જાતા આહલાદક વાતાવરણને માણવા માટે હાલ પ્રવાસીઓની અવરજવરમાં પણ વધારો થયો છે.

વરસાદના કારણે ધોધ જીવંત થયાવરસાદ વરસતા જ ડાંગ જિલ્લામાં આવેલા વિવિધ ધોધ જીવંત બનતા હોય છે. હાલ જિલ્લાના મુખ્ય મથક આહવા પાસેના શિવઘાટ પાસેનો ધોધ પણ વહેતો થતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેંદ્ર બન્યો છે.પ્રવાસીઓમાં સાપુતારા બન્યું ફેવરિટ ડેસ્ટિનેશનદક્ષિણ ગુજરાતના એકમાત્ર ગિરિમથકમાં સહેલાણીઓ પરિવાર સાથે વરસાદી મહોલનો લાભ લેવા માટે નિયમિત આવે છે. ત્યારે આ વર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન સાથે લોકો અહીં આવી રહ્યા છે.

ગત રવિવારે ઘાટ પર 4 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી ત્યારે છેલ્લા 2 દિવસથી વર્ષી રહેલા વરસાદ વાળા વાતવરણ ને નિહાળવા માટે સહેલાણીઓ અહીં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...