વરસાદની શરૂઆત:નવસારી-ડાંગમાં વરસાદી માહોલ, કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂજ ડેમ 162.00(ઓવરફ્લો 167.50)કેલિયા 109.20 (ઓવરફ્લો 113.50)

હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને પગલે વરસાદ સમયસર શરૂ થયો છે અને નવસારી જિલ્લા સહિત ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લામાં ધીમીધારે શરૂ થયેલા વરસાદે ચીખલી તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

તેની સાથે અન્ય તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. નવસારી 05,જલાલપોર 05,ગણદેવી 10,ચીખલી 29,ખેરગામ 37,વાંસદા 04 (MM) વરસાદ પડ્યો છે.નવસારી જીલ્લામાં આવેલા નદીઓની સપાટીના આંકડાઓ પર નજર કરીએ તો પૂર્ણા 10 (ભયજનક 23 ફૂટ),અંબિકા 07(ભયજનક 28ફૂટ),કાવેરી 09 (ભયજનક 23 ફૂટ) છે. જ્યારે જીલ્લામાં આવેલા ડેમની સપાટીના આંકડાઓમાં જૂજ ડેમ 162.00(ઓવરફ્લો 167.50)કેલિયા 109.20 (ઓવરફ્લો 113.50) છે.

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાના જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમમાં પાણીની આવક વધવા પામી છે,છેલ્લા 24 કલાક દરમિયાન જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે.ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધી છે. નવસારીના પાડોશી જિલ્લા ડાંગમાં પણ વરસાદની શરૂઆત થઈ છે,

જિલ્લામા છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે,બોરખલ, ધોડવહડ, સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા અને કુમારબંધ કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા તાલુકાના વરસાદ પર નજર કરીએ તો આહવામાં 3.12 ઇંચ, વઘઇમાં 3 ઇંચ, સુબિરમાં 1 ઇંચ અને સાપુતારામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે.