તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાવી માહોલ:હવામાનખાતાની આગાહીને પગલે વહેલી સવારથી વરસાદ, ડાંગર-શેરડી અને શાકભાજીના પાકને પ્રાણ આવ્યા

નવસારી22 દિવસ પહેલા
  • જિલ્લામાં ઘણા સમયથી વરસાદ નદારત હતો
  • એપ્રિલ-મેં જેવી ગરમી વાળું વાતાવરણ ઉભું થયું હતું

ઘણા વખત થી હવામાન વિભાગની આગાહીઓ ખોટ પડતી આવી છે. જ્યા મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી થતી તે પંથક સાવ કોરોકટ રહેતો હતો પણ હાલ હવામાન વિભાગની સચોટ હોય એમ ગત રોજથી ધીમીધારે છૂટો છવાયો વરસાદ વર્ષી રહ્યો છે, જોકે ઉપરવાસ સારો વરસાદે કેલીયા અને જૂજ ડેમને આખાવર્ષ દરમ્યાન ચાલે એટલું પાણી આપી દીધું છે.

નવસારી જિલ્લામાં ખાસ કરીને ડાંગર અને શેરડીનો પાક મોટા પ્રમાણમાં થતો હોય છે, એટલેકે આશા બતાવતા વરસાદે હાલ રાહત કરાવી છે. ડાંગર અને શેરડી એવા પાકો છે. જેમને પાણી વધુ પ્રમાણમાં જોઈએ છે. જેના કારણે ખેડૂતો દુવિધામાં હતા પણ આશાનું કિરણ લઈને આવેલો વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા છે.

તેમજ વાતવરણમાં અસહ્ય બફારાને લઈને વાઇરલ ફીવરના કેસો પણ વધ્યા હતા. હાલ વાતવરણમાં ઠંડક થતા જિલ્લાવાસીઓને હાશકારો થયો છે. નવસારી જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા હતા, ત્યારે વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી છે. સાથે જ લોકોને ગરમીથી પણ મુક્તિ મળી છે.

એપ્રિલ-મેમાં પડતી ગરમીનો અહેસાસ વર્તમાન માસમાં થતો હતો, ત્યારે ખેડૂતો આ વરસાદથી સારા પાકની આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...