તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:નવસારીમાં કાળઝાળ ગરમીથી મુક્તિ અપાવતા વરસાદે ઠંડક પાથરી, એક કલાક વરસાદ વરસ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક દિવસો બાદ વરસાદે શહેરમાં એન્ટ્રી કરી

નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા ગરમી સાથે બફારાએ માઝા મૂકી હતી. ત્યારે આજે સવારે વરસાદે એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેમાં નવસારીમાં કાળઝાળ ગરમીથી મુક્તિ અપાવતા વરસાદે ઠંડક પાથરી છે. એક કલાક વરસાદ વરસ્યા પછી વરસાદે વિરામ લીધો હતો.

વરસાદ શરૂ થતા નીચાણ વાળા રસ્તાઓમાં પાણી ભરાયા

તાઉ-તે વાવાઝોડા સમયે વરસેલા વરસાદ બાદ છેલ્લા અનેક સમયથી વરસાદે વિરામ લેતા માત્ર છૂટો છવાયો વરસાદ પડતો હતો. ત્યારે આજે વરસાદ શરૂ થતા નીચાણ વાળા રસ્તાઓમાં પાણી ભરાયા હતા. અને રાહદારીઓને રસ્તા પર મુશ્કેલી પડી હતી. સારો વાવણીલાયક વરસાદ શરૂ થાય તે માટે ખેડૂતો પણ સિઝન શરૂ થાય તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ત્યારે શહેરમાં એક કલાક જેટલા સમય માટે વરસેલા વરસાદે પાણી પાણી કરી દીધું હતું. આ સાથે જ શહેરમાં ગરમી ઓછી થઈ ને ઠંડક પ્રસરી હતી. તેમજ જિલ્લામાં 24 કલાકના વરસાદી આંકડા જોઇએ તો તેમાં નવસારી 12 એમએમ, જલાલપોર 17 એમએમ, ચીખલી 09 એમએમ, ખેરગામ 08 એમએમ વરસાદ ખાબક્યો છે.

અન્ય સમાચારો પણ છે...