તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ શરૂ:નવસારી શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત

નવસારી3 મહિનો પહેલા
  • શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા લારીવાળાઓને વેપારની મુશ્કેલી થઇ
  • શહેરના એકમાત્ર સબવેમાં પાણી ભરાતા પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે લોકોને હાલાકી

જલાલપુર વિસ્તારમાં રહેતા ધંધાર્થીઓ અને નોકરિયાત વર્ગને શહેરમાં આવવા માટે રેલવે ફાટક ઉપરાંત એક સબવેનો વિકલ્પ છે. ત્યારે પ્રકાશ ટોકીઝ સબવેમાં વરસાદી પાણી ભરાતા લોકો માટે બિન ઉપયોગી સાબિત થયો હતો. ત્યારે કલાકો રેલવે ફાટક પર વેસ્ટ થતાં નોકરિયાત વર્ગને વહેલી સવારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાએ દર ચોમાસામાં પ્રકાશ ટોકીઝ ગરનાળામાં પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે. આ વખતે પણ પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી પડી હતી. તમામ વરસાદી કાસ અને ગટરોની સફાઈ કરી દેવામાં આવી છે. તેવા દાવા કરવામાં આવ્યાં હતા. પણ જેમ વરસાદ વરસ્યો તેમ આ દાવાની હવા નીકળી હતી. નવસારીમાં પહેલા જ વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાના તમામ દાવાઓની પોલ ખૂલી ગઈ છે.

પ્રકાશ ટોકીઝ ગરનાળામાં પાણી ભરાયું

ખેડૂતો ડાંગર સહિત અન્ય પાકોની વાવણીમાં જોતરાયા

પ્રમાણસર વરસેલો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થયો છે. ખેડૂતો ડાંગર સહિત અન્ય પાકોની વાવણીમાં જોતરાયા છે. દર વર્ષે લીલો દુકાળ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થતુ હતુ. ત્યારે આ વર્ષે પ્રમાણસર વરસાદ વરસે તેવી અપેક્ષા રાખી રહ્યાં છે. તેમજ નવસારી જિલ્લામાં સવારે 8થી ૧૦ 10 વાગ્યા સુધીના વરસાદમાં નવસારીમાં 50એમએમ, જલાલપોરમાં 45, ગણદેવીમાં 08, ખેરગામ 08, ચીખલી 04એમએમ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...