તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:નવસારી જિલ્લામાં મેઘાવી માહોલ બાદ વરસાદી છાંટણા

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગરમીનો પારો 0.9 ડિગ્રી વધતા મહત્તમ તાપમાન 38.5 થયું

નવસારી જિલ્લામાં રવિવારે આકાશમાં કાળા વાદળો છવાયાં બાદ સવારે ઘણા વિસ્તારમાં વરસાદી છાટણા પડ્યા હતા. ત્યાર બાદ આખો દિવસ ગરમીનો માહોલ રહ્યો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી લઘુતમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 92 ટકા નોંધાયું હતું. જ્યારે બપોર બાદ તેમાં ઘટાડો થઈ 45 ટકા નોંધાયું હતું. રવિવારે પવનની ગતિ અત્યન્ત સામાન્ય રહેવા સાથે પ્રતિ કલાકે 3.7 કિમિની ઝડપે પવન ફૂંકાયો હતો. રવિવારે વરસાદી છાંટણાને લીધે હમણાં સુધી કોઈ જ નુકશાન ન થયાની માહિતી મળી છે.

વાંસદામાં બીજા દિવસે પણ સવારે કાળા ડિબાંગ વાદળ ઘેરાઈ પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. થોડીક વાર માટે લોકોની અવર જવર થમી ગઇ હતી. ખેડૂતો ચિંતાઘાર બન્યા હતા. કેરીના વ્યાપારીઓના માથે ચિંતાના વાદલા ઘેરાયા હતા. એક બાજુ તાલુકામાં કેરીનું પાક તૈયાર થઇ માર્કેટમાં આવવા માંડ્યો છે અને વરસાદી માહોલ બનતા લોકો ચિંતામાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો