તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળ સમસ્યા:નવસારીની રેલરાહત કોલોની 3 દિવસથી ટેન્કર પર નિર્ભર, બોરની મરામત નહીં

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકસિત પાલિકા વિસ્તારમાં પાણી માટે વલખા મારતા લોકોમાં વધી રહેલો આક્રોશ

નવસારીમાં વોર્ડ-13માં આવેલી રેલરાહત કોલોનીમાં જ્યાંથી પાણી વિતરણ થતું હતું તે બોરમાં ખામી સર્જાતા 50થી વધુ પરિવારને ત્યાં પાણી વિતરણ બંધ થઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. 3 દિવસથી પાણી માટે ટેન્કરનો સહારો લેવો પડતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ-13માં રેલરાહત કોલોની આવેલી છે. જ્યાં આંગણવાડી પાછળના વિસ્તારમાં 50થી વધુ શ્રમિક પરિવાર રહે છે. વર્ષોથી કાલિયાવાડી વિસ્તારમાં આવેલા પાણીના બોર મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે. ગત શુક્રવારે બોરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણીનું વિતરણ ન થતા રહીશોમાં રોષ ફેલાયો છે.

પાણી વિભાગના અધિકારીને ટેલિફોન ઉપર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક નગરસેવકને બોલાવી જાણ કરી છતાં પણ 3 દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા છેલ્લા 3 દિવસથી લોકો પાણીના ટેન્કર ઉપર નિર્ભર છે. શનિવારે સવારે સ્થાનિકોએ આક્રોશ જાહેર કરી ચૂંટણીમાં મત આપ્યો તે અમારી ભૂલ છે તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. સાંજે આ બોર રિપેર થઈ જશે તેવી બાંહેધરી સ્થાનિકોને આપવામાં આવી હતી.

નગરસેવકની પાણી વિતરણની બાહેધરી
દશેરા ટેકરી રેલ રાહત કોલાની રહીશો પાણી માટે સજા ભોગવતા હોય એવું લાગી રહ્યું છે. મારા પછાત વર્ગ લોકોની પરિસ્થિતિ જોઈને ઘણું જ દુઃખ થાય છે. છેલ્લા 3 દિવસથી પાણીની તકલીફ છે. અમને અમારા વિસ્તારના નગરસેવક દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે શનિવારે સાંજે પાણી વિતરણ થઈ જશે. > ભાવેશ પરમાર, સામાજિક કાર્યકર, રેલરાહત કોલોની

અન્ય સમાચારો પણ છે...