નવસારી શહેરને પૂર્વ-પશ્ચિમ સાથે જોડવા માટે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં 127 નંબરનું રેલ્વે ફાટક કાર્યરત છે. જેમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આજથી 9 મી જાન્યુઆરી સુધી વાહન ચાલકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, વાહન ચાલકોએ ફરજિયાત રેલવે ગરનાળુ અથવા વિજલપોર રેલવે ફાટકનો ઉપયોગ કરવાનો રહેશે.
ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર ટ્રેક ઉપર મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રેલવેએ નિર્ણય કર્યો છે જેમાં વાહન ચાલકોને ફરજિયાત ગરનાળાનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રકાશ ટોકીઝ વિસ્તારમાં રેલ્વે ઓવરબ્રિજનું કાર્ય પણ પ્રગતિમાં છે જે આગામી એક વર્ષના અંતરાલમાં પૂર્ણ થવાની સંભાવના જોવાઈ રહી છે. ત્યારે પૂર્વ અને પશ્ચિમને ટ્રાફિકને રેલ્વે ફાટક ઉપર હાલમાં માનવ કલાકો નો વેડફાટ કરવો પડે છે. જેથી ઓવરબ્રિજ બન્યા બાદ પૂર્વ અને પશ્ચિમ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.