પાર્કિંગ મુદ્દે દુવિધા:સ્ટેશને વાહનચાલકોને અપાતા મેમોથી રેલવે કમિટીના સભ્યો ખફા

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ દંડ વસૂલ કરવાની સત્તા હોવા છતાં NO PARKINGના બોર્ડ પાસે રેલવે પોલીસ કોર્ટ મેમો આપે છે

નવસારીમાં રેલવે સ્ટેશનની બહાર આવેલ NO PARKINGના બોર્ડ પાસે મુસાફરોને ટ્રેનમાં બેસાડવા આવેલા લોકો પોતાના ઉતાવળે વાહનો મૂકી જતા હોય છે. જેને રેલવે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે. સરકારના નિયમ મુજબ સ્થળ પર મેમો આપી તેનો દંડ વસૂલ કરવાની સત્તા હોવા છતાં રેલવે પોલીસ દ્વારા તેમને કોર્ટનો મેમો આપતા ઘણાં મુસાફરોમા રોષ ફેલાયો છે. જેને રેલવે કમિટીના સભ્યોએ પણ નારાજ થઈ કાયદા મુજબ સ્થળ દંડ લેવા માટે અપીલ કરી છે.

નવસારી રેલવે સ્ટેશને છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે ટ્રેનસેવા બંધ કરાઇ હતી. કોરોનાના કેસોમાં ઘટાડો થવાના કારણે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરી ટ્રેનો શરૂ કરવામાં આવી છે પણ તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. જે લાંબા ગાળાની ટ્રેનો શરૂ કરાઇ તેમાં પણ રીઝર્વેશન કર્યા બાદ જ મુસાફરી કરી શકાય છે. મુસાફરોને તેમના સગાવહાલાં ટ્રેનમાં મુકાતા હોય છે. માત્ર 15 થી 20 મિનિટ જ રોકાવાનું હોય તેઓ ઉતાવળે પોતાનું વાહન રેલવે સ્ટેશનની બહાર આવેલા NO PARKING બોર્ડ પાસે મૂકી જતા હોય છે. જે વાહનચાલકો રેલવે પોલીસના દંડનો ભોગ બનતા હોય છે.

જેમાં નવસારીના પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા બલ આઉટપોસ્ટ RPFના પોલીસ મેમો આપી કાર્યવાહી કરતા હોય છે. તેઓ કાયદા મુજબ સ્થળ દંડના બદલે કોર્ટમાં હાજર થવાનો મેમો આપતા હોય છે. જેને લીધે જેમને મેમો આપ્યો હોય તેવઓને સુરતમાં આવેલી કોર્ટમાં હાજર થવાનું હોય અને તેમનો આખો દિવસ બગડતો હોય છે. જેને લઈને મુસાફરોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

આ બાબતે રેલવે સમિતિના સભ્યોને ફરિયાદ કરતા તેઓએ પણ રેલવે પોલીસને સ્થળ પર દંડ લઈ મુસાફરોને કાયદાનું પાલન કરાવી અને તેમનો સમય બચે તેવી અપીલ કરી છે. જ્યારે પે એન્ડ પાર્કના બોર્ડ પાસે નોકરીએ જતા લોકો આખો દિવસ વિનામૂલ્યે વાહનો પાર્ક કરે તેમને કોઈ દંડ નહીં એ બાબતે અસમંજસની પરિસ્થિતિ ઉભી થઇ છે.

સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરે
નવસારી રેલવે સ્ટેશન પાસે NO PARKING પાસે મેમો આપવા બાબતે ફરિયાદ આવી છે. રેલવે પોલીસે આ બાબતે સ્થળ દંડ લઈને કાયદાકીય કાર્યવાહી પુરી કરે તેવી અપીલ કોર્ટનો મેમો આપે તો લોકોનો આખો દિવસ બગડે છે તે બાબતે રજૂઆત કરીશું. > સંજય શાહ, DRUCC, કમિટી મેમ્બર

રેલવેનું પાર્કિંગ ભગવાન ભરોસે
રેલવે સ્ટેશન પાસે આવેલું પાર્કિંગ પહેલા પે એડ યુઝ થતું હતું પણ હજુ નવો કોન્ટ્રાક્ટ થયો નહીં હોય લોકો પાર્કિંગના સ્થળે પોતપોતાના વાહનો ભગવાન ભરોસે મૂકી જતા હોય છે. પશ્ચિમ રેલવે દ્વારા પાર્કિંગ માટે હજુ ટેન્ડર બહાર પડાયું નહીં હોય લોકો વાહનો ત્યાં એમ જ મૂકી જતા હોય છે. NO PARKINGના બોર્ડ પાસે 10 થી 15 મિનિટ મૂકી જતા હોય તેમને દંડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...