રાહુલ ગાંધીનો કાર્યકમ લંબાયો:નેશનલ હેરાલ્ડ કેસ અને સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે રાહુલ ગાંધીનો નવસારીનો પ્રવાસ પાછળ ઠેલાયો

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી જિલ્લાની મુલાકાતે આવવાના હતા

હાલમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં EDના તેડાની સાથે જ સોનિયા ગાંધીને કોરોના ડીટેક્ટ થતાં રાહુલ ગાંધીનો નવસારી જિલ્લાનો પ્રવાસ લંબાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે 10મી જૂને આવી રહ્યા છે. ત્યારબાદ 12મી જૂને કોંગ્રેસ રાહુલ ગાંધીનો નવસારી જિલ્લાની મુલાકાતે આવવાનો પ્લાન હતો. જેમાં વાંસદા તાલુકાના ચારણવાડા ગામમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમના સ્થળની તપાસ શરૂ કરાઇ હતી. પરંતુ હાલમાં દિલ્હીમાં ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટ્રેટ વિભાગ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હાજર રહેવા માટે નોટિસ મોકલાતાં કોંગ્રેસ દ્વારા કાર્યકમને પાછળ ઠેલવામાં આવ્યો છે.

હાલમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આદિવાસી સમાજને રીઝવવાના પ્રયાસમાં છે. ત્યારે આદિવાસી સમાજનો રોષ ઠારવા માટે અને પાણીની યોજનાના લોકાર્પણ શીટ અન્ય લાભાર્થીઓને સંબોધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવી રહ્યા છે. તો આ સમગ્ર મુદ્દે આદિવાસીઓને જંગલ-જમીનનો મુદ્દો કેન્દ્રમાં રહેતા રાહુલ ગાંધીનો પણ નવસારી જિલ્લાની મુલાકાત લેવાનો પ્લાન હતો પરંતુ તેમાં ફેરફાર થયો છે.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સાથે થયેલી વાતચીત મુજબ હાલમાં સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અને નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાહુલ ગાંધીનો નવસારી પ્રવાસની તારીખ લંબાઈ છે.

અન્ય સમાચારો પણ છે...