ધર્મ લાભ:જીવનમાં સાચુ સુખ અને શાંતિ મેળવવા ખોટી ઈચ્છાઓ ઉપર બ્રેક લગાવો : રાજરક્ષિત વિજયજી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિંતામણી જૈન સંઘ આયોજીત વરસી તપની દીર્ઘ તપશ્ચર્યા ચાલી રહી છે

ચિંતામણી જૈન સંઘ-મધુમતીમાં પ્રવચન સભાને સંબોધન કરતા પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે સમસ્ત નવસારી જૈન સંઘોના આસ્થાનું સ્થાન ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુના સંગીતમય અભિષેકમાં અનેક ભાવુકો જોડાઈને પ્રભુમય બની રહ્યાં છે. પંન્યાસ પદ્મબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી ચિંતામણી જૈન સંઘ આયોજીત વરસી તપની દીર્ઘ તપશ્ચર્યા ચાલી રહી છે. જેમાં 250 આરાધકો ઉલ્લાસભેર આગળ વધી રહ્યાં છે. ટ્રસ્ટીઓ, ઉદારદાતાઓ તથા કાર્યકરોની ટીમ તપસ્વીઓને શાતા આપવા માટે સખત અને સતત પરિશ્રમ કરે છે.

400 દિવસની આ મહાન તપશ્ચર્યામાં ઉંમર વર્ષ 10થી 18ના 30થી વધુ બાળક-બાળિકાઓ જોડાયા છે. બાળકોને પ્રોત્સાહન આપવા માટે સમેતશિખર તીર્થની પાંચ દિવસની યાત્રા ઉલ્લાસથી સંપન્ન થઈ. નજીકના ભવિષ્યમાં હસ્તિનાપુર તથા શેત્રુંજ્યની તીર્થયાત્રા થશે. પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે એન્જિનિયર પ્લાન બનાવે તે પ્રમાણે મકાન બને, દરજી કટીંગ કરે તે પ્રમાણે વસ્ત્ર તૈયાર થાય. એ રીતે જે રીતે સારુ કે નરસુ જીવન જીવીએ એ પ્રમાણે સારી ગતિ કે ખરાબ ગતિ પ્રાપ્ત થાય.

માનવભવ ખરાબ કામ કરવા માટે નથી પણ જન્મોજન્મથી જે ખોટુ કરતા આવ્યાં છીએ તેને સુધારી લેવા માટે છે. વિશ્વના સંત-મહંત અને અરિહંતોએ માનવભવની પ્રાપ્તિ દુર્લભ બતાવી છે. વિશ્વની તમામ વસ્તુઓ મળવી સુલભ છે પરંતુ એકવાર ગુમાવેલ માનવભવ મળવો અતિદુર્લભ છે. જીવનમાં સાચી શાંતિ સુખનો અનુભવ કરવો હોય તો ખોટી ઈચ્છાઓ ઉપર બ્રેક લગાવો. ઈચ્છાના મહાપુરમાં જે ડૂબી મર્યા છે એટલા કોઈ નદી-તળાવ કે દરિયામાં ડૂબીને મર્યા નથી. 22મી ડિસેમ્બરે સવારે 7.30 કલાકે ચિંતામણી જૈન સંઘમાં પ્રવચન છે.

અન્ય સમાચારો પણ છે...