તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:ભગવાનના કર્તાપણાની પાકી નિષ્ઠા શાંતિ બક્ષે છે : પૂ. મહંતસ્વામી મહારાજ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભગવાન સર્વેના કર્તાહર્તા છે એવી દૃઢ નિષ્ઠા કરનારને વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિરતા રહે છે. કોઈનો પણ અભાવ અવગુણ ન લેવો. ગુણગ્રાહક દૃષ્ટિ રાખવાથી આંતરિક શાંતિ વધી શકે છે. દ્વેષભાવ ટળી જાય છે. ભગવાન સ્વામિનારાયણ અનંતકોટિ બ્રહ્માંડના આધિપતિ-રાજાધિરાજ છે. સર્વ અવતારીના અવતારી છે એવી પાકી નિષ્ઠા કરવાની છે. મૂર્તિમંત થયો ન હોત. ભગવાન અને ભગવાનના શ્રેષ્ઠ ભક્તની યુગલ ઉપાસના-અક્ષર પુરૂષોત્તમ ઉપાસના વૈદિક અને સનાતન છે. સ્વામિનારાયણમાં સ્વામિ એટલે મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે ભગવાન સહજાનંદ સ્વામીત. ઉપરોક્ત શબ્દો પ્રગટ ગુરૂહરિ પૂ. મહંતસ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર વ્યાખ્યાનમાળામાં ઓનલાઈન આશીર્વચનો પાઠવતા વર્ણવ્યા હતા. પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ પૂ. મહંતસ્વામી રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ વિશે પ્રકાશ પાડ્યો હતો. શિક્ષાપત્રી વચનામૃતમાં વેદાદિક સકલ શાસ્ત્રોનો સાર આવી જાય છે.

આ સકલ જ્ઞાનની ધારાને પૂ. મહંતસ્વામીએ સર્વે મુમુક્ષુઓને અનુભવપૂર્ણ આધ્યાત્મિક માર્ગદર્શન મળતું રહે તેવો ગાગરમાં સાગર સમાન ગ્રંથ સ્વહસ્તે લખીને આપણને અમૂલ્ય ભેટ આપી છે. આ ગ્રંથનું સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ફ્રેન્ચ, રશિયન, મરાઠી, બંગાળી, તામિલ, પંજાબી, કન્નડ વગેરે ભાષામાં ભાષાંતર પણ કરાવ્યા છે. જેમાં પૂ. મહંતસ્વામી મહારાજે ધર્મ-નિયમની દૃઢતા ઉપર ખાસ ભાર મુક્યો છે. આ ગ્રંથના મુખપાઠની સ્પર્ધા યોજી સ્પર્ધકો ઉપર પૂ. મહંતસ્વામી પ્રસન્નતા દર્શાવી છે.વળી દેશ-વિદેશમાં પત્ર પાઠવી સૌને આ ગ્રંથનો નિત્ય અભ્યાસ કરવા રોજ ઓછામાં ઓછા દસ શ્લોકનું પઠન કરવાનો આગ્રહપૂર્વક આજ્ઞા કરી છે. પૂ. મહંતસ્વામીએ અ.પુ. સિદ્ધાંતોને મૂર્તિમંત કરતી સુંદર આરતી તથા સહજાનંદ નામાવલીની પણ આપણને ભેટ આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser