રજૂઆત:રાપરના વકીલની હત્યાના આરોપીઓને સજા કરો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કચ્છના રાપરમાં એડવોકેટની હત્યા બાબતે આરોપીઓ ઉપર કડક પગલાં લેવાય અને એડવોકેટ પ્રોટેકશન એક્ટ તાત્કાલિક લાવવા અપીલ કરતું આવેદન નવસારી બાર એસોસિએશન દ્વારા અપાયું હતું. નવસારી જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સુધીર સુળે, આશિષ પટેલ સહિત બાર એસો.નાં હોદેદારોએ કલેકટરને ઉદેશીને આવેદનપત્ર અધિક કલેકટર કમલેશ રાઠોડને આપ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે વકીલાત એક નોબલ વ્યવસાય છે.

હાલની પરિસ્થિતિમાં વકીલાતનાં વ્યવસાય સાથે જોડાયેલા વકીલોને વારંવાર ઘર્ષણનો સામનો કરવો પડી રહ્યો છે અને વકીલો ઉપર હુમલા અને હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. જે રાપરમાં થયું છે તેનો વિરોધ કરીએ છીએ અને આ ઘટનાનાં આરોપીઓને પકડી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. વકીલોને ભયમુક્ત પ્રેકટીશ કરવા અને નિર્ભય રીતે અસીલોનો પક્ષ રાખવા રક્ષણ મળવું જ જોઈએ અને તે માટે વકીલોને સુરક્ષા આપવા તથા વકીલ પ્રોટેકશન એકટ લાગુ કરવા અત્યારની તાતી જરૂરિયાત ઉભી થઈ છે તો આવેદનપત્ર થકી વકીલોની સુરક્ષા માટે કારગર કાયદાની તમામ વકીલોએ સરકાર સમક્ષ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...