તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા મામલતદાર કચેરીઓમાં જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી બંધ કરવામાં આવી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવશ્યક સંજોગોમાં સબંધિત મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે

નવસારીમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તેથી કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવાના થતા નિવારક પગલાંઓ બાબતે જિલ્લાકક્ષાએ પૂરતી તકેદારી રાખી જરૂરી છે. જેમાં તમામ કાર્યવાહીઓ તાકીદના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મામલતદાર કચેરીઓમાં જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે.

15 એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ

નવસારી શહેર તથા જિલ્લામાં કોવિડ-19 ના વધી રહેલા સંક્રમણને નિયંત્રણ કરવા તકેદારીના ભાગરૂપે કોવિડ-19 વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે નવસારી શહેર તથા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા જનસેવા/ઇ-ધરા કેન્દ્રોની કામગીરી 15 એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્યના હિતને ધ્યાને લઇ બંધ કરવામાં આવે છે.

તેમજ જનસેવા/ઇ-ધરા સબંધિત કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સબંધિત મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત કચેરી ખાતે તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ/મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્યક સંજાગો સિવાય અરજદારની મુલાકાત પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો