તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કસ્તુરબા સેવાશ્રમ મરોલી અને મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં માનસિક સ્વાધ્યયના મુદ્દે લોકજાગૃતિ અને શિક્ષણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદનાં સમાજ કાર્ય (મનોચિકિત્સા) વિભાગના વિદ્યાર્થીઓની શૈક્ષણિક શિબિર અને પ્રવાસનું આયોજન મરોલી કસ્તુરબા સેવાશ્રમમાં કરવામાં આવ્યું હતું. માનસિક બિમાર દર્દીની સમુદાય આધારિત સારવાર અને પુનઃસ્થાપન ફિલ્ડ એકશન પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા નવસારી જિલ્લાની આજુબાજુના 25 ગામમાં માનસિક સ્વાસ્યની સ્થિતિ અંગે અભ્યાસ ધર્યો હતો.
આ પ્રોજેકટ અંતર્ગત પહેલા ચરણની કામગીરી ની સમાપન બેઠકમાં નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરીકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં અભ્યાસ હેઠળના ગામોમાં સરપંચો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
મરોલી કસ્તુરબા સેવાશ્રમના સંચાલક પ્રતાપભાઈ પરમારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને આવકારી સંસ્થાની ઐતિહાસિક અને નોંધપાત્ર કામગીરી વિશેનો વિગતે પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિ અર્થે આપણા સૌના મનની વાત’ નામના શેરી નાટકની પ્રસ્તુતિ કરી હતી. આ નાટકમાં જદી જુદી માનસિક બીમારીઓનું ટૂંકાણમાં પરિચય કરાવવામાં આવ્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગના અધ્યાપિકા ડો.ઈશાનીબેન પટેલે માનસિક બિમારી ધરાવનાર દર્દીઓની સમુદાય આધારિત સારવાર અને પુનઃ સ્થાપન ફિલ્ડ એકશન પ્રોજેકટ વિશેની સ્ક્રિનિંગ, સારવાર, પુનઃસ્થાપન અને મૂલ્યાંકનના તબક્કાની ફિલ્ડમાં આવરાયેલા 50 ગામમાં કામગીરીના આયોજન વિશેની ચર્ચા કરી હતી.
પ્રથમ તબક્કાની કામગીરીમાં વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરાયેલા માનસિક સ્વાથ્ય અંગેના સર્વેક્ષણ કાર્ય દરમિયાનના અનુભવો વિદ્યાર્થીઓએ ટુકડી પ્રમાણે રજૂ કર્યા હતા. ગામના સ્થાનિક અગ્રણીઓએ માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે પોતાના ગામોમાં સારવાર સંબંધી કાર્યોમાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. કસ્તુરબા સેવાશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ જાનીએ માનસિક સ્વાસ્થ્યના શિક્ષણની કામગીરીને પાયાની ગણાવી હતી. કસ્તુરબા સેવાશ્રમ મરોલીના મનોચિકિત્સક-સામાજિક કાર્યકર બાબુભાઇ જેપાલે માનસિક સ્વાથ્ય અને વ્યસનમુક્તિ કેન્દ્રને વિવિધ પ્રવૃત્તિનો ટૂંકમાં પરિચય કરાવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.