નવસારીના દશેરા ટેકરીમાં જલાલપોર તાલુકા પંચાયત કચેરીનું નવા મકાનનું ખાતમુહૂર્ત નવસારી સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર ઉપિસ્થત રહ્યાં હતા. આ પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, અંદાજીત 240 લાખના ખર્ચે જલાલપોર તાલુકા પંચાયત કચેરી નવનિર્મિત થનાર છે.
આ નવું મકાન વિવિધ સુવિધા સાથે તૈયાર થશે. જલાલપોર તાલુકાની વર્ષો જૂની માંગણી પૂરી થઇ છે. રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સરકીટ હાઉસ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરીઓ જેવી કચેરીઓ સુવિધાસભર બનાવવામાં આવી છે. કચેરીએ આવતા અરજદારોની સુવિધા ઉપલબ્ધ થશે. સાંસદે વધુમાં જણાવ્યું કે, કચેરીએ આવતાં અરજદારોને પૂરતું માર્ગદર્શન મળી રહે તેમજ યોજનાકીય માહિતી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.
સરકારી નોકરી સિવાય પ્રાઇવેટ સેકટરમાં અનેક રોજગારીની તકો ઉપલબ્ધ છે તો તેનો લાભ લેવા જણાવ્યું હતું. જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જલાલપોર તાલુકા પંચાયતનું નવનિર્મિત મકાન 240 લાખના ખર્ચે આધુનિક બનશે. હવે જલાલપોરના અરજદારોને વિવિધ સુવિધાઓ મળી રહેશે.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન પટેલ સહિત અધિકારી-પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.