તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાઉન્સિલરોને પાલિકા કાયદાની જાણ થાય તે માટે એક્ટ બુક આપો

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા કાર્યવાહી મુદ્દે કર્મચારી સાથે થતો સંઘર્ષ
  • નવસારી પાલિકાના નાયબ દંડકની સીઓને રજૂઆત

નવસારી-વિજલપોર પાલિકાના કાઉન્સિલરોને પાલિકાના કાયદાની સમજ આપવા પાલિકા એકટબુક આપવાની માગ શાસકપક્ષના નાયબ દંડકે કરી છે. નવસારી વિજલપોર પાલિકાના શાસકપક્ષના નાયબ દંડક અને વોર્ડ 13ના કાઉન્સિલર વિજય રાઠોડે સીઓને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે હાલની પાંખમાં ચૂંટાયેલ મહત્તમ સભ્યો નવા છે,જેથી પાલિકામાં થતી કાર્યવાહીથી અજાણ છે. આ સ્થિતિમાં પાલિકાની કાર્યવાહી મુદ્દે કર્મચારીઓ સાથે ઘર્ષણ થાય છે અને કર્મચારીઓ કાયદા મુજબ કામ થતું નથી એમ સભ્યોને જણાવે છે.

આ સ્થિતિમાં ઘર્ષણ ટાળવા ચૂંટાયેલ સભ્યોને નગરપાલિકા એક્ટની બુક વિનામૂલ્યે આપવા વિજય રાઠોડે રજૂઆત કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા પાલિકા એક્ટની બુક કાઉન્સિલરોને આપી હોય એવું જાણમાં નથી. આ સ્થિતિમાં પાલિકા સભ્યોને એક્ટની બુક આપે કે નહીં એ જોવું રહ્યું. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે પાલિકા કચેરીમાં તો પાલિકા એક્ટની બુક હોય જ છે, જેનો પણ જરૂર પડે કાઉન્સિલરો અભ્યાસ કરી શકે છે અને અભ્યાસ કરતા આવ્યા પણ છે. નવસારી વિજલપોર નગરપાલિકાના કુલ 13 વોર્ડમાં 52 કાઉન્સિલરો ચૂંટાયા છે. જેમાં 51 ભાજપના અને માત્ર એક જ કોંગ્રેસનો કાઉન્સિલ છે.

અન્ય સમાચારો પણ છે...