નારી તું નારાયણી:નવસારી-ડાંગના ગૌરવવંતા મહિલારત્નો, ખેલ, આરોગ્ય, કૃષિ, ફેશન અને સેવામાં અનોખી સિદ્ધિ

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરિતા ગાયકવાડ - Divya Bhaskar
સરિતા ગાયકવાડ

વિશ્વ મહિલા દિવસે નવસારી અને ડાંગ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ડંકો વગાડનાર નારી શક્તિને બિરદાવવી રહીં. નારી તું નારાયણી સુત્રને સાકાર કરી માત્ર પોતાનું કુળ જ નહીં પણ જન્મભૂમિને ઉજળી કરી બતાવનારી મહિલાઓના સંધર્ષ, સેવા અને સમાજમાં પ્રદાનને વર્ણવવા આજના દિવસથી વિશેષ બીજો કોઇ દિવસ હોઇ શકે નહીં. વિગતે વાત કરીએ દક્ષિણ ગુજરાતની આ વિરાંગનાઓની...

સરિતા ગાયકવાડ
ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે સામાન્ય શ્રમજીવી પરિવારમાથી આંતરરાષ્ટ્રીય દોડવીર સુધીની સફર ખેડીને દેશને ગોલ્ડ મેડલ અપાવી ગૌરવ અપાવ્યું છે. આ અણમોલ રત્નને રાજ્ય સરકારે ગુજરાત પોલીસની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક કરીને તેણીને અદકેરું સન્માન પણ બક્ષ્યુ છે.

ડાે. સુરંગી કસબવાલા
નવસારીમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપનાર માલતીબેન અને સુશીલાબેન હાલ હયાત નથી. ડો. વીણાબેન વય મર્યાદાથી નિવૃત્ત થયા છે. ત્યારે ડો. સુરંગીબેન કસબવાલા 47 વર્ષથી અવિરત ગાયનેક તરીકે સેવા આપી રહ્યાં છે. જેમણે પોતાની તબિબી કારર્કિદી દરમિયાન 75,000 જેટલી સફળ પ્રસુતિ કરાવી છે.

ડાે. સુરંગી કસબવાલા
ડાે. સુરંગી કસબવાલા

ડિમ્પલબેન પટેલ
ચીખલી તાલુકાના ચરી ગામના વતની ડિમ્પલબેન પ્રવીણભાઈ પટેલ દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહિલાઓના શ્રેષ્ઠ પ્રદાનનું બોલતું ઉદાહરાણ છે. વસુધારા ડેરીના માધ્યમથી જાતે દૂધ ઉત્પાદન વ્યવસાયમાં જોડાયા અને બેંક લોન પર ઇકો કાર અને મીની ટ્રેકટરની ખરીદી કરી છે. તેમનામાંથી પ્રેરણા લઇ અનેક મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવી સ્વનિર્ભર બની છે.

ડિમ્પલબેન પટેલ
ડિમ્પલબેન પટેલ

મોનાલીસા પટેલ
ડાંગની આ યુવતીએ માયાનગરી મુંબઈમા પ્રવેશીને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી, દુનિયાને દેખાડી દીધુ છે કે, જો તમારામા પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી નથી શકતી. સાવલી નામક પ્રથમ ફિલ્મમા ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ ‘નેટિવ કોંગો” અને ચિત્રકૂટ મા પણ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.

મોનાલીસા પટેલ
મોનાલીસા પટેલ

કરીશ્મા શેખ
નવસારીનાં તરોટાબજારમાં રહેતા ઈમ્તિયાઝ શેખની પુત્રી કરીશ્માબાનું એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. કોરોનાનાં પગલે નોકરી છૂટી જતા તેણીએ દેશની મિસ ઇન્ડિયા કોન્સર્ટનું આયોજન કરતી કંપનીમાં વાઈલ્ડ કાર્ડ વડે એન્ટ્રી મેળવી હતી. ગોવામાં યોજાયેલી આ સ્પર્ધામાં 22 રાજ્યની બ્યુટી ટેલેન્ટે ભાગ લીધો હતો. જેમાં કરિશ્મા શેખે સેકન્ડ રનર્સ-અપ (ત્રીજો) ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

કરીશ્મા શેખ
કરીશ્મા શેખ

પૂજા દેસાઇ
નવસારીનાં તરોટાબજારમાં રહેતા ઈમ્તિયાઝ શેખની પુત્રી કરીશ્માબાનું એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. કોરોનાનાં પગલે નોકરી છૂટી જતા તેણીએ દેશની મિસ ઇન્ડિયા કોન્સર્ટનું આયોજન કરતી કંપનીમાં વાઈલ્ડ કાર્ડ વડે એન્ટ્રી મેળવી હતી. ગોવામાં યોજાયેલી આ સ્પર્ધામાં 22 રાજ્યની બ્યુટી ટેલેન્ટે ભાગ લીધો હતો. જેમાં કરિશ્મા શેખે સેકન્ડ રનર્સ-અપ (ત્રીજો) ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

પૂજા દેસાઇ
પૂજા દેસાઇ

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ
અનાવિલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટનું પ્રદાન અવર્ણનિય છે. ટ્ર્સ્ટના ગીતાબેન નાયકની આગેવાનીમાં અનેક બહેનો અવનવી વાનગીઓ બનાવે છે. જેનો નાસ્તો દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. બહેનોને પગાર ઉપરાંત ખાદ્ય બનાવટોના વેચાણ માંથી મળતો નફો પણ વિતરીત કરી દેવાય છે. આ સંસ્થાએ લોકડાઉન દરમિયાન જરૂરીયાત મંદોને સહાય પહોંચાડવાનું બીડુ પણ ઝડપ્યું હતું.

રેડક્રોસ સોસાયટી
નવસારીમાં રેડક્રોસની સ્થાપનાથી લઇ વર્તમાન સમય સુધી મહિલાઓનું સવિશેષ પ્રદાન રહ્યું છે. સ્વ. ડો. મધુબેન નાયક 25 વર્ષ સુધી નવસારી રેડક્રોસના પ્રમુખ અને ફાઉન્ડર પ્રેસિડેન્ટ પણ રહ્યાં હતા. વર્ષ 2000થી 2018 સુધી તેઓ રેડક્રોસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ પણ રહ્યાં હતાં. આજની તારીખે પણ રેડક્રોસમાં 60 ટકા સ્ટાફ મહિલાનો છે. જે તમામ કોવિડકાળ દરમિયાન પણ પરિવાર કે બાળકોની ચિંતા કર્યા વગર ખડેપગે સેવામાં હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...