તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર એક જ માંગ સ્થળ બદલો:જલાલપોરમાં ડ્રેનેજ પંપિંગ સ્ટેશન બનાવવા સામે વિરોધ, 100થી વધુ સ્થાનિકોનું પાલિકાને આવેદન

નવસારી​​​​​​​2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકોના વિરોધ વચ્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનું કામ શરૂ કરાતાં રોષ. - Divya Bhaskar
લોકોના વિરોધ વચ્ચે ડ્રેનેજ પંપિંગ સ્ટેશનનું કામ શરૂ કરાતાં રોષ.

જલાલપોરના આહીરવાસમાં રહેણાંક વિસ્તારમાં નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ઇન્દિરા આવાસની પાછળ ડ્રેનેજનાં પાણી અંગે પંપિંગ સ્ટેશન કામકાજ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કોર્પોરેટરને અને ગ્રામમજનોને પૂછ્યા વિના પંપિંગ સ્ટેશન શરૂ કરવામાં આવતા અન્ય સ્થળે ખસેડવા સ્થાનિકોએ માંગ કરી હતી.

જલાલપોરનાં આહીરવાસમાં રહેતા ઠાકોરભાઈ આહીર અને ઉકાભાઈ, દિનેશભાઈ અને 100થી વધુ લોકોએ નવસારી- વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું કે જલાલપોર આહીરવાસમાં ઇન્દિરા આવાસની પાછળ ડ્રેનેજના પાણી અંગે પંપિંગ સ્ટેશનનું કામકાજ ચાલુ કર્યું છે. આ કામ જે જગ્યા ઉપર ચાલુ કર્યું છે તે ખોટું અને ગેરવ્યાજબી છે તેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. આવેદનપત્રમાં વિરોધ કરતા જણાવ્યું કે જે જગ્યા ઉપર કામ કરવામાં આવ્યું છે તે જગ્યા ગૌચરની છે અને તે રહેણાંક વિસ્તારની બાજુમાં છે. ચોમાસામાં પશુપાલકો પશુઓને ચરાવવા માટે એકમાત્ર ગૌચર જમીન છે, જેના પર પશુપાલકો નભે છે. પંપિંગ સ્ટેશનનું કામ ગ્રામજનો અને કોર્પોરેટરને વિશ્વાસમાં લીધા વિના સરમુખત્યારશાહીથી ચાલુ કર્યું હોય તેનો વિરોધ કરી આ સ્થળ અન્યત્ર જગ્યા પર બનાવે તેવો અનુરોધ કર્યો હતો. જો આ જગ્યાએથી પંપિંગ સ્ટેશનનું કામ બંધ કરવામાં ન આવે તો ગ્રામજનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો