સેવાકાર્ય:નવસારીમાં સમાજસેવી વેપારી દ્વારા પોલીસ કર્મીઓને ગરમી અને ચોમાસાથી રક્ષણ આપતી જમ્બો છત્રી ભેટ અપાઇ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જવાનો માટે 19 જમ્બો છત્રીઓ આપવામાં આવી

નવસારી જિલ્લા પોલીસ રાત દિવસ ખડે પગે સેવા આપી રહી છે. જેમાં નવસારીના મહિમા પ્લાસ્ટિકના નરેશભાઈ સુગંધી દ્વારા તડકામાં સેવા બજાવતા પોલીસ જવાનો માટે 19 જમ્બો છત્રીઓ દાન આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓના હસ્તે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું શહેર સહિત જીલ્લામાં ગરમીમાં પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ દિવસ દરમ્યાન ખડે પગે સેવા પૂરી પાડતાં નવસારીના મહિમા પ્લાસ્ટિકના નરેશભાઈ સુગંધી દ્વારા તડકામાં સેવા બજાવતા પોલીસ જવાનો માટે 19 જમ્બો છત્રીઓ દાન આપવામાં આવી છે. પોલીસ જવાનોને તડકામાં રાહત આપવા સાથે આરોગ્ય ના જોખમાય એવા ઉમદા હેતુસર તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું કામ કરવામાં આવ્યું છે.

તેમજ કોરોના સંક્રમણની સાંકળ તોડવા નવસારી પોલીસ અધિકારીઓના હસ્તે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.સેવાભાવી વેપારીએ ભેટ આપતા અને કર્મીઓને રાહત હશેશહેરના વિવિધ સર્કલ અને પોઈન્ટ ઉપર સેવા બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાન સહિત પોલીસ કર્મીઓ હાલ કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. સાથે જ આગામી ચોમાસામાં વરસાદમાં ઉભા રહી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરતા કર્મીઓને નોકરીમાં સરળતા રહે તે માટે શહેરના સેવાભાવી વેપારીએ તેમણે અનોખી રીતે આ ભેટ આપતા અને કર્મીઓને રાહત હશે.

અન્ય સમાચારો પણ છે...