તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ખાધાખોરાકી સાથે પરિણીતાના સ્વજનોને પણ રક્ષણ આપો : કોર્ટ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રોટેક્શન ઓફ વુમન ડોમેસ્ટીક વાયોલન્સમાં ચુકાદો

નવસારીના સાતેમ ગામે રહેતી યુવતીના લગ્ન બારડોલીમાં રહેતા ફિરોઝ અનાસ શાહ સાથે થયા હતા. લગ્નજીવન થકી બે પુત્રનો જન્મ થયા હતા. પરિણીતાનો લગ્ન સંસાર શરૂઆતમાં થોડો સમય સારી રીતે ચાલેલો, ત્યારબાદ લગ્નના એક વર્ષ પછી તેમના પતિ, સાસુ તથા માસી સાસુ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાયો હતો. ઘર ખર્ચના નાણા નહીં આપી, દહેજનું દબાણ કરી ઘણીવાર પરિણીતા અને બંને બાળકોને ઘરેથી કાઢી મુક્યા હતા.

નવસારીમાં પિયરે સાતેમ મુકામે આવીને બાળકોને ભણવા માટે મૂક્યાં હતા, ત્યારબાદ તેમના પતિએ સાતેમ આવી બાળકોને સ્કૂલથી બળજબરીપૂર્વક પરિણીતાની જાણ બહાર લઇ ગયો હતો. આ બાબતે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પતિ પાસેથી બાળકોનો કબજો પરિણીતાને આપવામાં આવ્યો હતો. તેણીના પતિ દ્વારા બાળકોને ઉંચકી જવાની તેમજ તેણીના પિતા અને તેમના ભાઈ તેમને મદદ કરતા હોય તેમને મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.

અંતે એડવોકેટ નદીમ કાપડિયા મારફતે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.જેમાં નદીમ કાપડિયાની દલીલોને ધ્યાને લઇ કોર્ટે ખાધાખોરાકી પેટે માસિક રૂ. 10 હજાર અને માનસિક-શારીરિક ત્રાસ પેટે રૂ. 5000 ચૂકવવા હુકમ કર્યો હતો.

સગીરના હિત વિરૂદ્ધનું કૃત્ય ન કરવા તાકીદ
ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ કોર્ટ દ્વારા મહિલા અરજદારને ખાધાખોરાકી ઉપરાંત હુકમ કર્યો છે. ઉપરાંત અરજદાર સાથે કોઇ કૌટુંબિક હિસ્સાનું કૃત્ય કે તેમાં મદદગારી કરવી નહીં તેમજ અરજદાર કે તેમના માતા-પિતા કે ભાઈઓ સાથે કોઈ પ્રકારે હિંસા કરવી નહીં, સંપર્ક કરવા કરાવવા નહીં તથા સગીર બાળકીને કોઈ પ્રકારે હેરાનગતિ થાય તેવું કે તેમના હિત વિરૂદ્ધનું કૃત્ય કરવું કરાવવું નહીં તેમ કોર્ટે હુકમ કર્યો હતો. > નદીમ કાપડિયા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...