નવસારી જિલ્લામાં કલેકટરના જાહેરનામા ભંગ બદલ 20 કેસ વિવિધ પોલીસ મથકે નોંધાયા હતા. જેમાં એક વાહન ઉપર ત્રિપલ સવારીવાળા 10 કેસ કરી વાહનો કબજે કર્યા હતા.
નવસારી જિલ્લા પોલીસ કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ કોરોનાના સંક્રમણ અટકાવવા અને ટ્રાફિક વિભાગના જાહેરનામા ભંગ બદલ પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. નવસારીમાં સોમવારે એક વાહન ઉપર 3 સવારીવાળા 10 ચાલક સામે જાહેરનામા ભંગનો કેસ નોંધાયા હતા. જ્યારે ટ્રાફિક ભંગના કેસોમાં પૂરઝડપે વાહન હંકારનારા, વાહનો જાહેરમાં મુકનારા, ગફલતભરી રીતે હંકારાનારા, 8 વાહનચાલકો અને દારૂના નશામાં વાહન હકારતાં 2 ચાલકો સામે પોલીસે જાહેરનામા ભંગના કેસ કર્યા હતા. નવસારી પોલીસ દરરોજ 20થી વધુ કેસ પણ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.