તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી સ્થિત આદિનાથ જૈન સંધમાં પૂ. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે સત્સંગ સંસદમાં જણાવ્યું હતું કે, સાબિતી અને ખુલાસોએ સંબંધોનું કેન્સર છે. જીવનના મહાસાગરમાં અનેકવાર ભરતી અને ઓટ આવ્યા કરે છે. ભરતીના સમયે ખૂબ હરખાઇ જવાની જરૂર નથી અને ઓટના સમયે હાંફળા ફાંફળા થવાની જરાય જરૂર નથી. સંબંધોના ક્ષેત્રે પણ આવું જ છે. જેની સામે તમે સંબંધો બાંધો છો એમાં ક્યાંક સમસ્યાઓ ઉભી થવાની છે. સમસ્યા વખતે શાંત રહો. અશાંત અવસ્થામાં તમે તમારી સ્વસ્થતા ગુમાવી બેસો છો.
મન વિચારોના ચકડોળે ચડીને ઇધર-ઉધર થઇ જાય છે. સંબંધોની મીઠાસને જાળવી રાખો. એમાં જરાક પણ કડવાશ આવતાં સ્વસ્થ મનને ડિસ્ટર્બ કરતા નહીં. મન ડિસ્ટર્બ થતા એની અસર જીવનના તમામ સ્તર ઉપર પડશે. પરિવાર કૂુટુંબ, સમાજ અને રાજકારણના ક્ષેત્રે ઘણીવાર સબંધોની દિવાલ ધ્વસ્ત થતાં દોસ્ત પણ દુશ્મન બની જતા હોય છે. સંબંધોની દિવાલને મજબૂત કરવા સમજરૂપી સિમેન્ટનો ઉપયોગ કરવો જોઇએ. ઘણીવાર ગેરસમજોના કારણે સંબંધોના ટૂકડે-ટૂકડા થઇ જતાં હોય છે. સાબિતીઓ માંગવાનું અને ખુલાસા કરવાનું બંધ કરો. સહજ રીતે જીવન શીખો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.