ઉર્સ ઉજવણી:ખાટકીવાડ સ્થિત સૈયદ અમીરૂદ્દીન બાબાસાહેબની દરગાહમાં ઉર્સની ઉજવણીમાં જુલૂસ એકતાનું પર્વ બન્યું

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૈયદ અમીરૂદ્દીન બાબાસાહેબની દરગાહમાં ઉર્સની રાત્રિએ કરતબો. - Divya Bhaskar
સૈયદ અમીરૂદ્દીન બાબાસાહેબની દરગાહમાં ઉર્સની રાત્રિએ કરતબો.
  • નવસારીમાં રાત્રે જલાલીના કાર્યક્રમમાં અદભુત કરતબો રજૂ કરવામાં આવ્યા

નવસારી શહેરમાં ટાટા હાઈસ્કૂલ નજીક આવેલ ખાટકીવાડ મસ્જિદમાં સૈયદ અમીરૂદ્દીન બાબાસાહેબની દરગાહમા ઉર્સ મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે મુસ્લિમોનાં રજ્જબ મહિનામાં ખાનકા એ અહેલે સુન્નત બરોડા દ્વારા સૈયદ અમીરૂદ્દીન બાબા સાહેબનું ઉર્સ મુબારકની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. 3જીને ગુરૂવારે ખાનકા એ એહલે સુન્નત બરોડાનાં સરકાર મોઈનુદ્દીન બાબાની અધ્યક્ષતામાં જુલૂસ કાઢવામાં આવ્યું હતું. નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોથી નીકળેલા જુલૂસમાં નવસારી શહેરના તમામ ધર્મ અને સમાજનાં લોકો જોડાયા હતા.

પરંપરાગત રીતે દરગાહનું સંદલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે રાતેબનું જલાલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નવસારી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે દબદબાભેર ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી તે બદલ ખાનકા એ એહલે સુન્નત બરોડા દ્વારા નવસારી જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રનો સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નવસારીના ખાટકીવાડ ખાતે આવેલ મસ્જીદમાં નવસારી અને વડોદરાના મુસ્લીમ ટ્રસ્ટ વચ્ચે દરગાહ પાસે દાદરનો િવવાદ ઘણાં સમયથી ચાલતો આવ્યો હતો. જેને પગલે નવસારી વહીવટીતંત્રએ છ માસ પહેલાં એકાએક મસ્જીદને તાળુ મારી કબજો લઇ લીધો હતો. ત્યારબાદ મુસ્લીમ અગ્રણી આસીફ બરોડાવાલા અને અન્ય મુસ્લીમ આગેવાનોએ નવસારી અને વડોદરાના આગેવાનો સમજાવટ કરી સરકારમાં િનર્ણય આપતાં આ મસ્જીદને ખોલવામાં આવી હતી.

6 માસ પહેલા આ મસ્જીદને તાળું મરાયું હતું
નવસારી અને બરોડા દરગાહના સંચાલકોમાં 6 માસ પહેલા વિવાદ થયો હતો. જેમાં 1 માસ મસ્જીદ બંધ રહીં હતી પણ મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે પડતા મસ્જીદ ખોલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...