કેદીની તબિયત લથડી:નવસારીની સબજેલમાં દારૂના ગુનામાં સજા ભોગવતા કેદીના જામીન નામંજૂર થતા તબિયત લથડી

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેદીને તાત્કાલીક સારવાર અર્થે સીવિલ હોસ્પિટલ ખસેડાયો

નવસારીની સબજેલમાં સજા ભોગવતા કેદીને તેના પરિચિત દ્વારા જાણ થઈ હતી કે તેના જામીન ના મંજૂર થયા છે. આ વાત સાંભળતાં જ આ કેદીની તબિયત લથડી હતી. જેને લઇને જેલ પ્રશાસને તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

વાપીના દારૂના ગુનામાં સજા ભોગવતા કેદી કુલદીપ જાડેજાની આજે જામીન થવાની હતી, જોકે, આજે જેલ પર મળવા આવનારા પરીચિતે જામીન અરજી રદ્દ થઈ હોવાની વાત કરતા કેદી કુલદીપની તબિયત લથડી હતી. જેથી જેલ તંત્રે કેદીને સિવિલ ખસેડયો હતો. હાલમાં કેદીની હાલત સુધારા પર છે તેવી સિવિલ તંત્રએ જાણ કારી આપી છે.

અન્ય સમાચારો પણ છે...