વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત:નવસારીમાં રૂ.542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિ.નું વડાપ્રધાનના હસ્તે આજે ભૂમિપૂજન

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં નિર્માણ પામનાર મેડીકલ કોલેજ અને હોસ્પિ.કેમ્પસનું મોડ્યુલ. - Divya Bhaskar
નવસારીમાં નિર્માણ પામનાર મેડીકલ કોલેજ અને હોસ્પિ.કેમ્પસનું મોડ્યુલ.
  • નવસારીમાં રૂ.542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિ.નું વડાપ્રધાનના હસ્તે આજે ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે નવસારીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન, ઉર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ 3050 કરોડના વિકાસ કાર્યોમાં અંદાજીત 900 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને અંદાજીત 1500 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે કરવામાં આવશે. નવસારીમાં અંદાજીત 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.

શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ થશે
​​​​​​​
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. જેના પરિણામ સ્વરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ઉપલબ્ધ કરાવીને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેમાં નવસારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ યશ કલગી ઉમેરશે. જેના થકી દક્ષિણ ગુજરાતના નાગરિકોને સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

મેડિકલ કોલેજમાં ઓડિયો-વીડિયો ડિજીટલથી શિક્ષણ
નવસારી ખાતે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસ વિશાળકાય જગ્યામાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ બનાવવામાં આવશે. અંદાજીત 1.50 લાખ સ્કેવર મીટર વિસ્તારમાં સમગ્ર કેમ્પસ નિર્માણ પામશે. જેમાં 23 હજાર સ્કેવર મીટરમાં મેડિકલ કોલેજ જ્યારે 65 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં હોસ્પિટલ કેમ્પસ કાર્યરત થનાર છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થનારી મેડિકલ કોલેજમાં 4 લેક્ચર થિયેટર હશે. જે ઓડિયો-વીડિયો ડિજીટલ સેવાથી સજ્જ હશે. જેમાં રૂઢિગત પ્રણાલી ઉપરાંત ડિજીટલ શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે.

હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ
સ્કિલ લેબોરેટરીના પરિણામે સ્ટુડન્ટસની સંશોધન ક્ષેત્રની પ્રવૃતિઓને વેગ મળશે. શિક્ષણ સાથે સ્પોર્ટ્સના અભિગમ સાથે મલ્ટીપર્પસ હોલ, વિવિધ સ્પોર્ટસ સુવિધાઓ, અલાયદા ચાઇલ્ડ કેર સેન્ટર, સ્ટુડન્ટસ કાઉન્સિલની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.તદ્ઉપરાંત નવિન હોસ્પિટલ સંપૂર્ણપણે સી.સી.ટી.વી. સુવિધાથી સજ્જ, અલાયદુ ઇમરજન્સી કેર સેન્ટર સાથેની તમામ માળખાગત અને જરૂરી સેવા-સુવિધાઓ નવીન હોસ્પિટલમાં કાર્યરત થનાર છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002 પહેલા ગુજરાતમાં ફક્ત 8 મેડિકલ કોલેજ હતી.

હોસ્પિટલમાં કુલ 8 ઓપરેશન થિયેટર કાર્યરત થશે
મેડિકલ કૉલેજ કેમ્પસમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા 330 કેપેસીટીની બોયઝ અને 330 કેપેસીટીની ગર્લ્સ હોસ્ટેલ પણ કેમ્પસમાં જ નિર્માણ પામશે. કેમ્પસમાં નિર્માણ પામનાર નવીન હોસ્પિટલમાં 450 પથારીની સુવિધા ઉપલબ્ધ બનતા હોસ્પિટલની કુલ બેડ ક્ષમતા 511 થશે. જેમાં 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથેના કુલ 8 ઓપરેશન થિયેટર કાર્યરત થશે. 22 ઓપીડી ક્લિનિક સેવા ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...