• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Prime Minister Narendra Modi's Birthday Celebrated In Navsari By Cutting A 72 Kg Cake With A Replica Of Modi's Dream Project Bullet Train

PMના જન્મદિવસની ઉજવણી:નવસારીમાં મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ વાળી 72 કિલોની કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ

નવસારીએક મહિનો પહેલા
  • કૃષિ મંત્રી રાઘવ પટેલની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • 11 જેટલી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બી.આર.ફાર્મ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ વાળી 72 કિલોની કેક કાપી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવ પટેલની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

20 દિવસ સુધી જન્મદિવસની ઉજવણી કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સપનાની ઝડપી બુલેટ ટ્રેન દેશમાં દોડાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. પ્રથમ ફેઝમાં અમદાવાદથી મુંબઈના રૂટનું કામ શરૂ છે, ત્યારે આ પ્રોજેકટની પ્રતિકૃતિ સ્વરૂપે 10 ફૂટ લાંબી અને 72માં જન્મ દિવસને સૂચિત કરવા માટે 72 કિલોની કેક રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લાના પ્રમુખ ભૂરાલાલ શાહ અને અન્ય હોદ્દેદારો દ્વારા કાપવામાં આવી હતી. રાજ્યના મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને 20 દિવસ સુધી ઉજવવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે.

અનેક સેવાકિય પ્રવૃતિનું આયોજન

ઇટળવા ખાતે આવેલા બી.આર ફાર્મમાં આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ ભાજપ સંગઠનના આગેવાનો, નગરસેવકો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 11 જેટલી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન, જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ, નોટબુક વિતરણ, ભોજન વિતરણ, વૃક્ષારોપણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના થતાં તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઇ રહી છે. જેના ભાગરૂપે નવસારીમાં પણ અનેક સામાજિક સંગઠને પોતાના રીતે અલગ-અલગ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. વહીવટી તંત્રએ પણ જન્મ દિવસને યાદગાર બનાવવા માટે 60 હજાર જેટલા કો-વિશિલ્ડના ડોઝ ઘરે-ઘરે જઈને લગાવવાની કામગીરી કરવામાં આવી છે. જે લોકો કેટલાક કારણોસર વેક્સિન નથી લગાવી શક્યા તેઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ કાર્યકરોમાં ઉત્સાહ

દક્ષિણ ગુજરાતને હાલમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ મળ્યું છે, ત્યારે જિલ્લાના તમામ નેતાઓ અને સંગઠનમાં ખુશી વ્યાપી છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસે કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો. તે કાર્યક્રમમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું.

અન્ય સમાચારો પણ છે...