વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ સવારે નવસારીના ખુડવેલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ નવસારી હાઇવે નંબર 48 ને અડીને આવેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારે આજે સુરક્ષાની દ્રષ્ટિએ જાત તપાસ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા.
પ્રાથમિક ધોરણે 100 બેડ શરૂ કરવામાં આવશે
મલ્ટીકેર હોસ્પિટલમાં કેન્સરને લાગતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, પેડયાટ્રિક,વર્લ્ડ કલાસ સીટી એમઆરઆઈની પણ હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ 400 બેડની છે. જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે 100 બેડ શરૂ કરવામાં આવશે.
આમંત્રિતોની હાજરીમાં વડાપ્રધાન હોસ્પિટલને નિહાળશે
L&T ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતા તેણીની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવતીકાલે એમ.એ નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ખુડવેલનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નિરાલી હોસ્પિલમાં એક ખાનગી કાર્યક્રમ યોજાશે. જેમાં આમંત્રિતોની હાજરીમાં વડાપ્રધાન હોસ્પિટલને નિહાળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.