બાળકોએ અનોખી કૃતિ બનાવી:ગણદેવીના એંધલ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ 'હર ઘર તિરંગા' અને 'અશોક ચક્ર'ની મનમોહક કલાકૃતિ બનાવી

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એંધણની શાળાના બાળકોએ અનોખી કૃતિ દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામની નીચ્છા રતનજી નાયક પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત દેશવ્યાપી "હર ઘર તિરંગા" અભિયાનમાં લોક જાગૃતિ માટે પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું. લોકોનો જુસ્સો વધારવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થઈને બાળકોએ માનવ આકૃત્તિ દ્વારા 'હર ઘર તિરંગા' અને રાષ્ટ્રીય ચિહ્ન 'અશોક ચક્ર'ની મનમોહક કલાકૃતિ બનાવી હતી.

બાળકોની અનોખી કૃતિએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું
નાનકડા ભૂલકાઓ સામૂહિક રીતે પ્રદર્શિત કરેલી આ ક્લાકૃતિમાં શાળાના શિક્ષકગણની મહેનત અને બાળકોનું સમર્પણ તેમજ પ્રતિબદ્ધતા ઉડીને આંખે વળગે છે. સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગાનાં નારાને દેશે વધાવી લીધો છે. દેશના વિવિધ ખૂણામાં તિરંગાના માનમાં રેલી સહિત પ્રતિકૃતિ બનાવીને દેશભક્તિ દર્શાવી રહ્યા છે. ત્યારે એંધણની શાળાના બાળકોએ અનોખી કૃતિ દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...