નવસારી પંથકમાં દિવસો વીતતા માર્કેટ યાર્ડમાં કેરીના ભાવમાં તફાવત આવ્યો છે. કેસરના ભાવમાં સાધારણ ઘટાડો થયો છે.
ચાલુ સાલ કેરીનો પાક મોડો તો આવ્યો પણ ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછો પણ આવ્યો છે.મેં મહિનાની શરૂઆતથી નવસારી એ પી એમ સીના મોરારજી દેસાઈ માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ થઈ હતી, જે 15મેં બાદ જોર પકડ્યું હતું. જોકે છેલ્લા 12-13 દિવસમાં માર્કેટ યાર્ડમાં કેરીના જથ્થામાં ખાસ તફાવત આવ્યો નથી, જોકે ભાવમાં ફેર જરૂર આવ્યો છે. વધુ જે કેરી માર્કેટમાં આવે છે એ કેસર કેરીના ભાવમાં સાધારણ ઘટાડો જ થયો છે.
મળતી માહિતી મુજબ હાલ માર્કેટયાર્ડમાં રોજ 4 હજાર મન કેરી આવી છે. વધુ કેરીઓ અગાઉના વર્ષોની જેમ કેસર જ આવી રહી છે. જોકે કેરીના ભાવમાં તફાવત જરૂર આવ્યો છે. કેસરનો ભાવ જે 12 દિવસ અગાઉ 20કિલોના 700થી 1815 રૂપિયા હતો, જે 4 જૂને 800થી 1640 રૂપિયા હરાજીમાં બોલાયો હતો. હાફૂસના બગાવ લગભગ જળવાઈ રહ્યા છે જ્યારે અન્ય કેરીના ભાવમાં પણ થોડા ઘણા બદલાયા છે.
કેરીની જાત | 23 મેના ભાવ | 4 જૂનના ભાવ |
કેસર | 700-1815 | 800-1640 |
દશેરી | 550-1450 | 300-900 |
લંગડો | 600 | 700-1150 |
રાજાપુરી | 640-900 | 800-1275 |
દેશી | 200-575 | 200-910 |
હાફૂસ | 1070-1610 | 1000-1650 |
હજુ 20 ટકા કેરી ઝાડ પર છે
વેપારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઝાડ ઉપરથી લગભગ 80 ટકા કેરી ઉતારી લેવાઈ છે, 20 ટકા જ પાક ઉતારવાનો બાકી છે. હવે વરસાદી મોસમ પણ શરૂ થવાની વકી છે ત્યારે માર્કેટમાં વધુમાં વધુ જથ્થો ઠલવાઇ રહ્યો છે. આગામી 10 થી 12 દિવસ વધુ કેરી આવવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.