તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ માટે પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને રજુઆત કરી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુન્સીકુઈ ગ્રાઉન્ડ વરસાદી પાણી ભરાતા બિનઉપયોગી બને છે
  • સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય સાથે યોજાયેલી મીટીંગમાં રજુઆત થઈ

હાલમાં નવસારી જિલ્લામાં અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે જે માટે તેમને ફિઝિકલ ટ્રેનિંગ માટે યોગ્ય ગ્રાઉન્ડ ની જરૂર છે ત્યારે શહેરમાં લુન્સીકુઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે પણ વરસાદી માહોલમાં પાણી ભરાઇ જતા વિદ્યાર્થીઓ માટે આ ગ્રાઉન્ડ બિન ઉપયોગી સાબિત થાય છે જેને લઇને દોડવા સહિત અન્ય પફીઝીકલ એક્ટિવિટી કરવા માટે યોગ્ય ટ્રેક બનાવવા માટે 2 દિવસ પહેલા જિલ્લા અધિક કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરીવાર વાંસદા તાલુકાના કોંગ્રેસી ધારાસભ્ય સાથે સર્કિટ હાઉસમાં મિટિંગ કરીને વિદ્યાર્થીઓએ તેમની મુશ્કેલી વર્ણવી હતી,

સિન્થેટિક ટ્રેક બનાવવાની માંગ

પોલીસ સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દોડીને કસોટી પાસ કરવી પડતી હોય છે ત્યારે શહેરમાં દોડવા માટે કોઈ વ્યવસ્થા ન હોય તેને લઈને લુન્સીકુઈમાં સિન્થેટિક ટ્રેક બને તો વિદ્યાર્થીઓ ટ્રેક પર દોડીને સારી રીતે ટ્રેનિંગ મેળવીને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે તેમ છે પડતી તમામ મુશ્કેલી અંગેની રજૂઆત ધારાસભ્ય અનંત પટેલ ને કરવામાં આવી હતી જેથી ધારાસભ્ય પણ તમને આશ્વાસન આપ્યું છે કે તેઓ રાજ્ય કક્ષાએ અને ખેલકૂદ મંત્રીને પણ આ મામલે અવગત કરશેવાંસદા ના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યા મુજબ તેમને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત આવી હતી અને તેમણે આ રજૂઆત ઉપલી કક્ષાએ કરવાની ખાતરી આપી છે વિદ્યાર્થીઓ હાલ છેલ્લા અનેક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ફિઝિકલ ટ્રેનિંગ માટે તેમની પાસે યોગ્ય ગ્રાઉન્ડ ના હોય તેમણે મને રજૂઆત કરી હતી અને આ મામલે સદનમાં સિન્થેટિક ટ્રેક બાબતે રજૂઆત પણ કરીશ ડાંગ જિલ્લામાં જે રીતે મુરલી ગાવીત અને સરિતા ગાયકવાડી વૈશ્વિક કક્ષાએ તેમનું નામ કર્યું છે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ ને પણ જો યોગ્ય તાલીમ મળે તો તેઓ ઉત્તીર્ણ થઈને દેશનું નામ રોશન કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...