તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સીન માટેનુ લિસ્ટ:નવસારીમાં વેક્સીન માટે હેલ્થકર્મી બાદ બીજુ લિસ્ટ બનાવવાની તૈયારી, કોવિડના સેવાકર્મી, બીમાર, વધુ વયનાને પ્રાધાન્ય

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં આગામી સમયમાં આવનાર કોવિડ વેકસીન હેલ્થકર્મીઓ બાદ કોવિડ સમયમાં જોખમી ફરજ બજાવનાર સરકારી સેવાકર્મીઓ સાથે બીમાર અને 50 થી વધુની વયના લોકોને આપવા પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. આગામી થોડા જ સમયમાં ભારતમાં પણ કોરોનાની વેકસીન આવી રહ્યાની જાહેરાત થઈ ચૂકી છે અને તે માટે તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ અહીંના નવસારી જિલ્લામાં પણ વેકસીન સંદર્ભે ‘ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર અપકમિંગ કોવિડ વેકસીન’ બનાવી તેની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ ટાસ્કફોર્સમાં કોરોનાવોરમાં સૌથી મહત્વની ભૂમિકા આરોગ્ય સાથે સંકળાયેલ તબીબ સહિતના માણસોએ ભજવી હોય તેમને સૌપ્રથમ વેકસીન આપવા જિલ્લામાં ખાનગી અને સરકારી બન્ને મળી 10 હજાર જેટલા ‘હેલ્થ પીપલ’નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. હવે હેલ્થકર્મી બાદ અન્ય જેમને વેકસીનની વધુ જરૂર છે એવા લોકોનું લિસ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ કોરોનામાં ફ્રન્ટમાં લોકો સાથે સીધી સેવા બજાવતા સરકારી સેવા કર્મીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ, એસ ટી, નગરપાલિકા કર્મીઓ ઉપરાંત પંચાયત, રેવન્યુ વિગેરે વિભાગમાં ફરજ બજાવતા સરકારી સેવાકર્મીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 50થી વધુ વયના લોકો તથા વિવિધ બીમારીઓથી પીડાતા લોકોને પણ પ્રાધાન્ય અપાનાર હોય તેનું લિસ્ટ પણ બનાવવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો