તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રમુખસ્વામી મહારાજની શાંત આધ્યાત્મિકતા-સાચી પવિત્રતા-નખશીખ સંતત્વએ કેટલીયે વ્યક્તિઓને પ્રોત્સાહિત કર્યા તેનો જોટો જડે એમ નથી. પ્રમુખસ્વામીનું વિરલ-દિવ્ય વ્યક્તિત્વ માતા જેવી સ્નેહલ વર્ષાથી તેમજ તેમની અહમ શૂન્યતાથી વિશ્વની કોઈપણ વ્યક્તિ તેમના પ્રત્યે આકર્ષાય જતી હતી. તેઓ સાધુતા-આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખરે બિરાજમાન હતા છતાં નાનામાં નાની વ્યક્તિને પણ પ્રમુખસ્વામી તો મારા છેની અનુભૂતિ થતી હતી. ગાંધીનગર અક્ષરધામ ઉપરના આતંકી હુમલાના પ્રસંગે તેમણે સૌને શાંતિ રાખવાની અપીલ કરતા તેમજ શાંતિ જળવાય રહે ક્યાંયે અશાંતિ ન ફેલાય તેની કાળજી રાખી વિશ્વને શાંતિનો અનોખો સંદેશો આપ્યો હતો. ઉપરોક્ત શબ્દો પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજયંતી પ્રસંગે પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ હરિભક્તોને ઓનલાઈન સંબોધતા ઉચ્ચાર્યા હતા. તેમણે પ્રસંગો ટાંકીને પ્રમુખસ્વામી મહારાજે અલૌકિક કાર્યો દ્વારા વિશ્વભરમાં હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરી તેમ છતાં પ્રમુખસ્વામીએ ભગવાનને જ કર્તા જારી કાર્યોનો શ્રેય ભગવાન સ્વામિનારાયણ, ગુરૂઓ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સંતો અને હરિભક્તોને જ આપ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર અક્ષરધામના મહંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજન દિવ્ય ગુણો જેવા કે પારદર્શિતા, વિનમ્રતા, પંચવર્તમાનના દૃઢ પાળનાર સરળ વાણી-વર્તનની એકતા, નાના મોટા સૌના પ્રત્યે એકસરખો પ્રેમ વહેવડાવનાર વગેરેનું રસપાન કરાવી આપણામાં પણ પ્રમુખસ્વામી મહારાજના દિવ્યગુણો આવે તે માટે મહારાજસ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના ગુજારી હતી. આ પ્રસંગે કિશોરો- બાળકોએ ગોંડલ અક્ષરડેરીના સ્થળે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વૈદિક આહલાદક વાતાવરણ ખડુ કરી દીધુ હતું. યુવકવૃંદે નૃત્ય રજૂ કરી સૌને ચકિત કરી દીધા હતા. પૂ. આત્માસ્વરૂપ સ્વામીએ સૌ વતી મહંતસ્વામીને પુષ્પમાળા અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.