તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંદેશ:ગુણીજનોના ગુણગાન કરવાથી આપણી ભીતરમાં સદગુણોનું પ્રાગટ્ય થાય છે : પૂ. પદ્મદર્શનજી મહારાજ

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાનજીવાડી સ્થિત આદિનાથ જેૈન સંધનાં નૂતન ઉપાશ્રયે પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શિનવિજયજી મહારાજ, પૂ. પંન્યાસ પરમયશ વિજયજી અને પૂ. મુનિ નયનરક્ષિતવિજયજી આદિ મુનિવૃંદની પાવન નિશ્રામાં સિદ્ધાંત મહોદધિ સરસારિત્રમૂડામણિ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની 120મી દીક્ષાતિથિની ઉજવણી નિમિત્તે ગુરૂગુણસ્પર્શના સ્વરૂપ વિશાળ ગુણાનુવાદની સભાનું આયોજન થયું હતું. સર્વવિરતિધરને સલામી સ્વરૂપ સમૂહ સામાયિક, પરમાત્માને ભવ્ય અંગરચના અને મનોહર રંગોળી વગેરે કાર્યક્રમો થયા હતાં.

આ પવિત્રપુરૂષના ગુણાનુવાદમાં મોટી સંખ્યામાં ભાવુક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. પૂ.પં. પરમયશવિજયજી મહારાજ અને મુનિ નયરક્ષિતજીએ પૂજ્યના જીવન ઝરમરની અલપ ઝલપ રજૂ કરી હતી. પૂ. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે ગચ્છાધિપતિના ગુણવૈભવને રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુણીજનોના ગુણગાન કરવાથી આપણી ભીતરમાં સદગુણોનું પ્રાગટ્ય થાય છે. સમુદાયના તમામ શ્રમણો એમના વાત્સલ્યથી એમની પાછળ પાગલ હતા.શુદ્ધ સંયમીઓની ફોજ તૈયાર કરવામાં અને જિનશાસનને શ્રેષ્ઠરત્નોનું પ્રદાન કરવામાં પ્રેમસૂરિ દાદા અગ્રેસર હતા. પવિત્રતાના પૂંજ સમાન આ મહાપુરૂષના ત્રણ શ્રમણ-શ્રમણીઓની સંખ્યા લગભગ 3175 જેટલી છે. તપ, ત્યાગ અને સંયમના ત્રિવેણી સંગમના કારણે સ્વ અને પર સમુદાયમાં સર્વત્ર આદેય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો