ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:નવસારી જિલ્લાની 269 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 57.54 ટકા મતદાન, 21 તારીખે પરિણામ જાહેર થશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 756 મતદાન મથકો પર 6.65 લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે
  • ચીખલીના થાલા ગામે લગ્નના ફેરા ફર્યા બાદ કન્યા મતદાન કરવા પહોંચી

નવસારી જિલ્લામાં 269 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં 269 ગ્રામ પંચાયતોમાં 259 સરપંચો અને 1589 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી માટે 756 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં 6 લાખ 65 હજાર 259 મતદારો સરપંચોનું ભાવિ નક્કી કરશે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.54 ટકા મતદાન થયું છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન છબરડા સામે આવ્યાં છે. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 ના બેલેટ પેપરો બદલાતા હોબાળો થયો હતો. વોર્ડ નંબર સાતના બેલેટ પેપર વોર્ડ નંબર 8ના મતદારોને આપવામાં આવ્યા અને વોર્ડ નંબર 8ના બેલેટ પેપર વોર્ડ નંબર સાતના મતદારોને અપાતા વિવાદ થયો હતો. આ છબડકાની જાણ ઉમેદવારોને થતાં ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની માંગ કરવામાં આવી છે.

ચીખલીના થાલા ગામે લગ્નના ફેરા ફર્યા બાદ કન્યા મતદાન કરવા પહોંચી હતી. મતદાનને પોતાનો અધિકાર સમજી કન્યાએ મતદાન કર્યું હતું.

આચાર સંહિતાનો ભંગ થયો
જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામમાં ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હતો. વંકાલ ગામના સરપંચના ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા મતદાન મથકથી 500 મીટરની દૂરી પર પોતાના નામ અને ચિહ્ન વાળો એર બલૂન હવામાં યથાવત રાખતા આચાર સંહિતાનો ભંગ થયો હતો.

જિલ્લામાં વહેલી સવારથી 269 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જેના માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. નવસારી તાલુકામાં ૩૩ ગામો, જલાલપોર તાલુકામાં 36 ગામો, ગણદેવી તાલુકામાં 51 ગામો, ચીખલી તાલુકામાં 62 ગામો, વાંસદા તાલુકામાં 65 ગામો અને ખેરગામ તાલુકામાં 22 ગામોનો સમાવેશ થાય છે. તમામ ગામોમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટે આવતી વહેલી સવારથી મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે.

જિલ્લામાં ચૂંટણી માટે 4900 વહીવટી સ્ટાફ ફાળવાયો છે. જિલ્લામાં 104 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત કુલ 1994 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

અન્ય સમાચારો પણ છે...