વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:વિજલપોરની યુવતીના ચર્ચાસ્પદ આત્મહત્યા પ્રકરણે પોલીસ ટીમોના નવસારીમાં ધામા

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ લોકોના નિવેદન લઇ પોલીસ ટીમે સીસીટીવી પણ ચેક કર્યા

મૂળ નવસારીની અને વડોદરા ખાતે આર્ટ્સમાં અભ્યાસ કરવા ગયેલી યુવતી દિવાળી પર્વ દરમિયાન ઘરે આવતી વેળાએ તેનું વડોદરા ખાતે દુષ્કર્મ થયા બાદ તેણી ઘરે આવી હતી. જોકે યુવતીએ તેની સાથે દુષ્કર્મ થયાની જાણ ઘરે કરી ન હતી અને ત્યારબાદ બીજા દિવસે મરોલી જવાનું કહીને ઘરે આવી ન હતી. ત્યારબાદ વલસાડ ખાતે રાત્રિના સમયે ફાસો ખાધેલ હાલતમાં ટ્રેનમાંથી લાશ મળી આવી હતી. આ દુષ્કર્મની ઘટના અંગે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે નવસારીમાં પોલીસની બે ટીમોએ યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી માહિતી મેળવી હતી અને તેણી જે દિવસે નવસારી આવી હતી તે દિવસના સીસીટીવી પણ ચેક કર્યા હતા.

નવસારીની 18 વર્ષીય છાત્રા વડોદરા ખાતે અભ્યાસ કરવા જતાં દિવાળી વેકેશનમાં ઘરે આવનાર હતી. તે દિવસે સંસ્કારી નગરી વડોદરામાં અજાણ્યા ઈસમોએ તેણીને અવાવરું જગ્યા પર લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ કર્યું હતું. જે ઘટના બાદ યુવતી નવસારી ઘરે આવી પણ આ વાત કોઈને કહી ન હતી. બીજા દિવસે મરોલી ખાતે જવાનું કહી છાત્રા ઘરે આવી ન હતી. તેની લાશ બીજા દિવસે વલસાડ ખાતે રાત્રિના સમયે ઉભી રહેતી ક્વિન ટ્રેનમાં ફાસો ખાધેલ હાલતમાં મળતા ચકચાર મચી હતી.

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પોલીસે આ યુવતી સાથે સંકળાયેલા તેના મિત્રો, પરિવારજનો અને તેમના શિક્ષકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમનું નિવેદન લઈ માહિતી ભેગી કરી હતી. જ્યારે યુવતી નવસારી તેના ઘરે આવી ત્યારે અને મરોલી જવા નીકળી ત્યારે કયા કયા સ્થળેથી આવન-જાવન કર્યું તે વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી કેમેરાની માહિતી લીધી હતી. મૃતક છાત્રા ઉપર જ્યારે દુષ્કર્મ કરાયું હતું. તેના વસ્ત્રની શોધખોળ પણ પોલીસે કરી હતી.

એક દિવસ અગાઉ છાત્રા સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં દેખાઇ હતી
વડોદરા ખાતે દુષ્કર્મ થયા બાદ આ યુવતી તેના ઘરે નવસારી આવી હતી અને બીજા દિવસે મરોલી જવા નીકળી હતી. આ બાબતે પોલીસે વિવિધ રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરતા મૃતક છાત્રા એક દિવસ અગાઉ રાત્રિના સમયે સુરત રેલવે સ્ટેશન ખાતે જોવા મળી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જે બાબતે પોલીસે તપાસ ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...