રંગમાં ભંગ પડ્યો:હાંસાપોરમાં લગ્નની મહેફિલમાં દારૂ પીરસવાની બાતમીના આધારે પોલીસની રેડ, દારૂના જથ્થા સાથે પાડોશીની અટકાયત

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરરાજાના પાડોશીના ઘરે દારૂનો જથ્થો સંતાડેલો હતો, જલાલપોર પોલીસે ધરપકડ કરી

હાલમાં લગ્ન પ્રસંગમાં દારૂની મહેફિલ માણવી હવે આમ વાત બની છે, ત્યારે નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા હાંસાપોર ગામમાં ગઈકાલે બુધવારે સાંજે જલાલપોર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. તેમજ વરરાજાના પાડોશી કે જ્યાં દારૂનો જથ્થો સંતાડેલો હતો તેવા બળવંત પટેલના ઘરે રેડ કરી તેની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

જલાલપોર પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. 12 હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્યની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. લગ્નમાં દારૂની મહેફિલ શરૂ થાય તે પહેલાં જ પોલીસે વિલન બનીને ત્રાટકી રંગમાં ભંગ પાડ્યો હતો અને પાડોશીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...