ધરપકડ:નવસારીના દરગાહ રોડ પાસેથી પોલીસે 930 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંજો ઉપલબ્ધ કરાવનાર એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરાયો

નવસારી શહેરમાં દિનપ્રતિદિન નશાનો કાળો કારોબાર બિન્દાસ પણે ધમધમી રહ્યો છે. જેને ડામવા માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે. જિલ્લા એસઓજીની ટીમે ગઈકાલે દરગાહ રોડ પર આવેલા મહેમુદા મંઝિલ નામના રહેણાંક મકાનમાં રેડ કરતા રુપિયા નવ હજાર 300ની કિંમતના 920 ગ્રામ ગાંજા સાથે 24 વર્ષીય આરોપી સોયેબ મુસ્તકીમ શેખને કુલ રુપિયા 22 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

એસ.ઓ.જી પોલીસે આરોપી વિરુદ્ધ ટાઉન પોલીસ મથક ફરિયાદ નોંધાવતાં આ દ્વારા સમગ્ર મામલાની તપાસ થઇ રહી છે. આ કેસમાં ગાંજો ઉપલબ્ધ કરાવનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને ટાઉન પોલીસે કોવિડની ગાઈડલાઈન મુજબ એક આરોપીની ધરપકડ કરી છે.

આ સમગ્ર મામલે હવે ટાઉન પોલીસ મથક દ્વારા ગાંજાનો જથ્થો ક્યાં પહોંચાડવાનું હતો અને કેટલા સમયથી આરોપી આ ધંધામાં સંડોવાયેલો છે જેવી વિગતો ભેગી કરીને વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...