ઉતરાયણના તહેવાર પર પેચ લડાવવા કે અન્યના પતંગ કાપવા માટે થ્રીલ માટે ઉભી કરતા ચાઈનીઝ દોરાની ડિમાન્ડ વધી જતી હોય છે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે પ્રતિબંધિત ચાઇનીઝ અને અન્ય સામગ્રી અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરતા જિલ્લા કક્ષાએ પોલીસ પણ એક્શનમાં આવીને ચાઈનીઝ દોરા વિરુદ્ધનું અભિયાન શરૂ કર્યું છે.જેમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ દિવસની અંદર કુલ 48 જેટલા કેસ દાખલ કરીને ચાઈનીઝ દોરોના વેચાણ પર તવાઈ બોલાવી છે.
આમ તો સાદા દોરાને કારણે પણ અબોલ પક્ષુ પક્ષીઓના રોજિંદી જીવનને અસર થાય છે. પણ ચાઈનીઝ દોરા પ્રાણઘાતક હોવા સાથે પર્યાવરણ માટે પણ નુકસાની સર્જે છે. જેથી દર વર્ષે ચાઈનીઝ દોરા વેચતા તત્વો વિરુદ્ધ કેસ દાખલ થાય છે. છતાં દોરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી પોલીસ પણ સતત વેચાણ સામે સખ્તાઈ બતાવી કેસ દાખલ કરે છે. નવસારી જિલ્લાની એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ દિવસમાં 48 કેસ દાખલ થવા સાથે કેસ નોંધવાની કાર્યવાહી હજુ પણ શરૂ છે. ઉત્તરાયણ આવતા અંદાજિત 100 જેટલા કેસ થાય તો નવાઈ નહીં. શહેરીજનોએ પણ પોલીસ અને તંત્રને સહકાર આપીને ચાઈનીઝ દોરાના ખરીદીને ટાળીને અબોલ પક્ષીઓ અને પર્યાવરણને હરિયાળી બનાવવા માટે સતત સહકાર આપવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.