તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન તપાસ:નવસારીમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે 96 ફાર્મ હાઉસમાં પોલીસનું ચેકિંગ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દારૂની મહેફીલો અટકાવવા પોલીસ પટમાં
 • આજે 31 ડિસેમ્બરે સાંજે 6 થી રાત્રે 12 સુધી કોઇ પણ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ
 • સમગ્ર જિલ્લાના ફાર્મ હાઉસ પર અચાનક પોલીસ ત્રાટકતા અનેકે થર્ટી ફર્સ્ટ ઉજવવવા દમણ-સેલવાસ ભણી વાટ પકડી

વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરની સમગ્ર વિશ્વ ઉજવણી કરશે ત્યારે નવસારી જિલ્લામાં પણ 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. લોકો નશો કરીને ઉજવણી ન કરે તે માટે પોલીસતંત્ર સજાગ બન્યું છે. કોરોનાનાં સમયમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘરે જ ઉજવે તેવો આગ્રહ જિલ્લા પોલીસે રાખ્યો છે. જિલ્લામાં આવેલા 96 જેટલા ફાર્મ હાઉસ પર બે દિવસથી તપાસ કરીને સંચાલકોને કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવે તો પોલીસની પહેલા જાણ કરવા જણાવ્યું છે. નવસારીમાં આવતા-જતા પ્રવેશ માર્ગ પર પોલીસ વીડિયોગ્રાફી કરી વાહનચાલકોની બ્રેથ એનેલાઈઝર મશીન વડે ચેક કરશે અને જો નશામાં હશે તો તેમની અટક કરી વાડીમાં એક દિવસ રાખીને સેમ્પલ લેવામાં આવશે. કોરોનાનાં સમયમાં લોકો પોતાના ઘરે જ ઉજવણી કરે તે માટે જિલ્લા પોલીસે અપીલ પણ કરી છે.

નવસારીમાં પણ 31 મી ડિસેમ્બરના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઘણા લોકો ઉજવણી કરવા માટે નશો કરતા હોય છે. જેને લઇને પોલીસતંત્ર ચિંતિત બન્યું છે ત્યારે 31 મી ડિસેમ્બરે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ એલર્ટ છે. જેમાં મોટાભાગની પાર્ટી જયાં થતી હતી તેવા જિલ્લામાં આવેલા 96 જેટલા ફાર્મ હાઉસમાં છેલ્લા બે દિવસથી સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે. તેમને 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન કોઈપણ કાર્યક્રમ ન યોજવા તાકિદ કરી છે. ઉપરાંત ધાર્મિક કાર્યક્રમ પણ ન કરવા જણાવ્યું છે. કોઈપણ વાડી કે પાર્ટી પ્લોટના સંચાલકોને કોઈપણ કાર્યક્રમમાં ડીજેની વ્યવસ્થા કરી હોય તો પોલીસ પરવાનગી લેવાની હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું હતું. નવસારી જિલ્લા કે પોલીસ મથકના વિસ્તારમાં આવેલા એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર વાહનચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનમાં ફૂંક મારી ચેકિંગ કરાશે. જો કોઈ નશામાં હશે તો તેની પોલીસ અટક કરશે.

સમગ્ર જિલ્લાના ફાર્મ હાઉસ પર અચાનક પોલીસ ત્રાટકતા અનેકે થર્ટી ફર્સ્ટ ઉજવવવા દમણ-સેલવાસ ભણી વાટ પકડી છે. જો કે દમણ-સેલવાસ પણ રાત્રીના 10 સુધી જ ખુલ્લુ રહેવાનું હોય દિવસે જ ઉજવણી કરવી પડશે.

દારૂ પીને ઝડપાશો તો નવા વર્ષની સવાર જુનાથાણાની વાડીમાંથી જોવી પડશે !
નવસારીમાં 31મી ડિસેમ્બરે દારૂ પીને વાહન હંકારતા કે જાહેરમાં લથડીયા ખાતા જોવા મળશે તેઓને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા ટીમ બનાવીને ફૂટ પેટ્રોલિંગ કરશે. જાહેર માર્ગ પર નશામાં વાહન હંકારનાર પોલીસની અડફેટે ચડશે તે તેમને ઝડપીને કસ્ટડીમાં મુકવામાં આવે તો આઈસોલેશન ન જળવાય. આવા લોકોને જેલમાં નહી પણ નવસારીમાં આવેલી જુનાથાણાની એક વાડીમાં ભેગા કરવામાં આવશે અને તેમના સેમ્પલ લઈને જરૂરી કાર્યવાહી કરાશે.

31મી ડિસેમ્બરની ઉજવણી ઘરે જ કરે
પોલીસની સ્કવોર્ડ હાઈવે પર નજર રાખશે. બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરશે. નશામાં ઝડપાયેલ લોકો માટે મોટા હોલની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાના સમયમાં નવસારી જિલ્લાનાં લોકો 31મી ડિસેમ્બરનો પર્વ ઘરે જ ઉજવે અને નશાની વસ્તુઓથી દુર રહે તેમજ કોઈ પણ અસમાજિક પ્રવૃત્તિની ખબર પડે તો જિલ્લા પોલીસને જાણ કરે. તહેવારો શાંતિમય રીતે ઉજવે. લુન્સીકૂઈ મેદાનની આસપાસ સિવિલ ડ્રેસમાં પોલીસ નજર રાખશે. - એસ.જી. રાણા, ડીવાયએસપી, નવસારી

છેલ્લું જાહેરનામું અમલી રહેશે
વધારાના જિલ્લા કલેકટર દ્વારા જાહેર છેલ્લું જાહેરનામું અમલી છે, જેનું પાલન કરવાનું રહે છે. હાલ સુધી કોઈ નવી સૂચના નથી. - આદ્રા અગ્રવાલ, કલેકટર, નવસારી

નવસારી જિલ્લામાં સરકારની કોઈ નવી ગાઈડલાઈન નહીં
અમદાવાદ,સુરત સહિત રાજ્યના અનેક શહેરો અને વિસ્તારોમાં વર્ષ 2020ના અંતિમ દિવસ અને 2021ના આગમન ટાણે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉપર મુકાયેલ પ્રતિબંધ બાદ નવસારી જિલ્લામાં પણ પ્રતિબંધ મુકાશે કે નહીં તે સવાલ છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહ્યો હતો. સ્થાનિક તંત્ર પણ રાજ્ય સરકારની ગાઈડલાઈનની રાહ બુધવારે મોડે સુધી જોઈ રહ્યું હતું,જોકે થર્ટી ફર્સ્ટની ઉજવણી સંદર્ભે નવી કોઈ ગાઈડલાઈન કલેકટરાલયને મળી ન હતી. જેને લઈને 2 ડિસેમ્બરનું જે કોરોના અંગેનું જાહેરનામું બહાર પડેલુ હતું,તે જ અમલી એમ કહી શકાય. ડિસેમ્બર મહિનાના આ જાહેરનામામાં જોકે હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવા અને દુકાનો માટે તો કોઈ સમય નિર્ધારિત કરાયો ન હતો. રાત્રિ અવરજવર પર પ્રતિબંધ પણ મુકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો