તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમનો કડક અમલ:નવસારીના વિજલપુરમાં લગ્નપ્રસંગે 50ના બદલે 300 લોકો એકઠા થતા પોલીસ કાર્યવાહી, વરરાજાના બનેવીની ધરપકડ

નવસારી2 દિવસ પહેલા
 • રાજકીય રેલી સમયે મૌન પોલીસ સામાન્ય લોકોને હેરાન કરે છેઃ પરિવારજન

રાજ્યમાં વકરી રહેલા કોરોનાના કહેરના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્નપ્રસંગમાં ફક્ત 50 લોકોની હાજરી જ મર્યાદિત કરવામા આવી છે. તેમ છતા નવસારીના વિજલપોરમાં એક લગ્નપ્રસંગમાં 300 લોકો એકઠા થતા પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી વધારાના લોકોને દૂર કર્યા હતા. તો બીજી તરફ પરિવારજનોએ પોલીસની કાર્યવાહી સામે જ સવાલો ઉઠાવ્યા હતા.

નવસારી જીલ્લાના વિજલપુર વિસ્તારમાં પણ પાટીલ સમાજની વાડીમાં સંતોષ સદાશિવ ના લગ્ન હતા જેમાં આશરે ૩૦૦ જેટલા લોકો લગ્ન સમારંભમાં ભેગા થઇ જતાં પોલીસ આવી ચડી હતી અને કેટલાક સમય માટે લગ્નની વિધિ પણ અટકી પડી હતી. પોલીસે તમામ વધારાના લોકોને બહાર કાઢીને સોશિયલ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી સાથે જ વરરાજાના બનેવી દેવા શિરસાઠ ની લગ્નમાંથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વરરાજાના ભાઈના જણાવ્યા મુજબ 50 લોકો ની પરવાનગી પોલીસ સ્ટેશન માંથી લેવામાં આવી હતી પણ એકાએક જાનૈયા નું ટોળું લગ્નમાં ઉમટી પડતાં તેઓ પણ ટોળું ઘટે તે માટેના પ્રયત્નો કરી રહ્યા હતા તે પહેલા પોલીસ આવી અને કાર્યવાહી કરી હતી.

પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવાયા
વરરાજા ના ભાઈ સુરેશભાઈ ના જણાવ્યા મુજબ રાજકીય કાર્યક્રમો કે રાજકીય રેલીઓ માં કોઈ જ પોલીસ કાર્યવાહી થતી નથી પણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારના લગ્નમાં થોડો પણ કાયદો ભંગ થાય તો પોલીસ કાર્યવાહી કરે છે,લગ્નમાં એકાએક ભીડ થઈ જતા અમે પણ ભીડને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ પોલીસ અવીને કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો