સર્કિટ હાઉસમાં PMનું સંભવિત રોકાણ:10મી જૂને PM નવસારી આવશે, નવનિર્મિત સર્કિટ હાઉસમાં મિટિંગ કે રિફ્રેશમેંટની સંભાવનાને જોતા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

નવસારીએક મહિનો પહેલા
  • નવસારી સર્કિટ હાઉસની આધુનિક ઇમારતનું હાલમાં જ વિશાળ નિર્માણ થયું

નવસારી જિલ્લામાં વિવિધ યોજનાઓના લોકાર્પણ અને લાભાર્થીઓ સાથે રૂબરૂ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જૂનના રોજ નવસારીના ખુડવેલ ખાતે આશરે ત્રણ લાખ જનમેદનીને સંબોધશે. ત્યારે નવસારીમાં નવનિર્મિત સર્કિટ હાઉસમાં PMની રિફ્રેશમેન્ટ માટે અથવા નેતાઓ સાથે મિટિંગ કરવાની સંભાવનાને જોતા તંત્ર દ્વારા નવસારી સર્કીટ હાઉસને ચમકાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. તેમજ રાત દિવસ સર્કિટ હાઉસમાં કામગીરીનો આરંભ થયો છે.

છેલ્લા દસ દિવસથી નવસારી જિલ્લામાં ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ PMના કાર્યક્રમના સ્થળ ખુડવેલની મુલાકાતે આવી રહ્યા છે. સાથે જ કલેક્ટર સહિત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ અને મિટિંગનો દોર પણ શરૂ થયો છે. ત્યારે નવસારી સર્કિટ હાઉસની આધુનિક ઇમારતનું હાલમાં જ વિશાળ નિર્માણ થયું છે.

ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે આ સર્કિટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી સંભવિત રીતે રોકાણ કરી શકે છે. જેને લઈને તંત્ર દ્વારા સર્કિટ હાઉસમાં તમામ સુવિધાઓ ગાર્ડન, રસ્તાઓ, VIP રૂમ, પાર્કિંગ જેવી જરૂરી સુવિધાને લઇને તડામાર તૈયારી કરી રહ્યું છે.

નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા સ્થળ ખુડવેલ ખાતે આગામી સમયમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ સ્થળની મુલાકાત લેશે. તેને લઈને તંત્ર દ્વારા આ મુલાકાતને લઇને કોઈપણ બાબતમાં કાચું કાપવા માંગતી ન હોય તેમ તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં સર્કિટ હાઉસ ની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.

અન્ય સમાચારો પણ છે...