ભોજનમાં નવતર પ્રયાસની સરાહના:નવસારીમાં પ્રાકૃતિક ખેતીની પેદાશમાંથી લગ્નપ્રસંગમાં તૈયાર કરાયેલી ભોજનની ડીશની પીએમ મોદીએ નોંધ લીધી

નવસારીએક મહિનો પહેલા

ભારત દેશની ખેતી વિષમુક્ત બને તેવા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર થાય તે માટે ખેડૂતો અને કૃષિ યુનિવર્સિટીને હાકલ કરી છે. તે દિશામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. સી. કે. ટીંબડિયાને રાજ્ય સરકારે હાલોલ ખાતેની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકેની જવાબદારી સોંપી છે. ત્યારે શુંભ કાર્ય ની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ તેવા ઉદ્દેશ સાથે ડો. ટીબડીયા એ પોતાના પુત્રના લગ્નમાં સમગ્ર પ્રાકૃતિક ખેતપેદાશમાંથી તૈયાર કરીને ટેસ્ટી વ્યંજન જાનૈયાઓને પીરસ્યા હતા. આ બાબતની પીએમ મોદીએ પણ નોંધ લીધી છે. વડાપ્રધાન દ્વારા ડો, ટીંબડીયાને શુભેચ્છા આપતો પત્ર લખવામાં આવ્યો છે.

લગ્નમાં દાળ,ભાત,શાક, રોટલી, મીઠાઈ ફરસાણ સહિત ફ્રુટના ટેસ્ટી વ્યંજન પીરસવામાં આવ્યા હતા જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતપેદાશમાંથી બનાવ્યા હતા ડો.ટીંબડીયા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિષયમાં સંશોધન અને ખેડૂતોમાં જાગૃતિ લાવી રહ્યા છે. ત્યારે તેમણે રાજ્યના અલગ અલગ વિસ્તાર અને મહારાષ્ટ્રમાંથી કાચી સામગ્રી મંગાવી હતી અને તેમાંથી બનાવેલી રસોઈના વખાણ ચારે કોર થઈ રહ્યા છે, તેમના અનેક પરીચિત હવેથી તેમના પ્રસંગમાં પ્રાકૃતિક શાકભાજી અને સામગ્રી માંથી બનેલી રસોઈ બનાવવા માટે ડો. ટીંબડીયાનો સંપર્ક કરી રહ્યા છે.

આધુનિક સમયના લગ્ન દિવસેને દિવસે મોંઘાદાટ થતા જાય છે જેમાં ભોજનનો ખર્ચો આકાશ આંબી રહ્યો છે.મેનન કોર્સ સાથે સ્વીટ,ડેઝર્ટ વાળી ડીશ 500 થી 1000 સુધીનો ખર્ચો આવે છે. જે કેમિકલ યુક્ત ખાતરના છંટકાવના ખેત પેદાશ માંથી બનેલી હોય છે તેની સામે પ્રાકૃતિક ખેત પેદાશ માંથી બનેલી રસોઈની ડીશ માથાદીઠ 350 રૂપિયાથી જેટલી ખર્ચો આવે છે.

અન્ય સમાચારો પણ છે...