પ્લાસ્ટીક મોટું જોખમ:પ્લાસ્ટીકના પ્રદુષણથી વનસ્પતિ,પક્ષી જગત અને જળસ્ત્રોતોનું અસ્તિત્વ જોખમમાં છે : પ્રા.જશુભાઇ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંભરમાં NSS શિબિર, દરરોજ 26 હજાર ટનથી વધુ પ્લાસ્ટીક વેસ્ટ પેદા થાય છે

પ્રદૂષણ પ્લાસ્ટીકથી ભારતમાં 665થી વધુ પ્રાણીની જાતો 88થી વધુ પક્ષી અને ગુજરાતમાં વનસ્પતિની 16 જાતોનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલોમાં વૃક્ષોની ગીચતા ઘટી છે. સરવાળે ચિત્તા અને દીપડા ગામને પાદરે-સીમમાં આવ્યા છે.” ઉપરોક્ત વાતો એનએસએસ પ્રવૃત્તિના પ્રા.જશુભાઇ નાયકે ગાર્ડા કોલેજ નવસારીના ડાંભર ગામે યોજાયેલ એનએસએસ પ્રવૃત્તિના 49માં વાર્ષિક શિબિરમાં ‘પર્યાવરણ,પ્રદુષણ, પ્લાસ્ટિક અને આપણી ફરજો ઉપર શિબિરાર્થી સમક્ષ જણાવ્યા હતા. ઉમેર્યું હતું કે દરરોજ 26 હજાર ટનથી વધુ પ્લાસ્ટીક વેસ્ટ પેદા થય છે.

એમાંથી 10 હજાર ટન પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થતો નથી. જમીન, નદી, તળાવ કે દરિયામાં જાય છે. વ્યક્તિદીઠ પ્લાસ્ટીકનો વપરાશ 11થી વધુ કિલો છે. ખાદ્ય પદાર્થો માટે ઓનલાઇન ઓર્ડર લઇ ડિલીવરી કરતી કંપનીઓ, ટુથબ્રશથી ક્રેડિટ કાર્ડ સુધી થતુ પ્લાસ્ટીક પ્રદુષણનો કોઇ અંદાજ નથી. પ્લાસ્ટીકના કપ દ્વારા પીવાતી ચા દ્વારા હજારો પ્લાસ્ટીકના કણ શરીરમાં જાય છે. સમુદ્રના કુલ કચરામાં 90 ટકા પ્લાસ્ટીક જ છે. દરિયાકિનારે દર એક માઇલે 200થી વધુ ફેંકી દીધેલ પ્લાસ્ટીકની બોટલો જોવા મળે છે. નદી પૂજા અભિયાન આવકાર્ય પણ છે એ નદીના નીરને જે ઔદ્યગિક કંપનીઓ પ્રદુષિત કરે છે એ અટકાવો.

સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાયદાનો કડક અમલ સિકિમ રાજયે કર્યો છે. વૃક્ષ અને પાણીને રક્ષિત કરવાનું ભગીરથ કાર્ય ચીપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગણાએ કર્યું છે. આગામી દિવસ 20 માર્ચ વિશ્વ ચકલી બચાવો દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે શિબિરાર્થીઓ દ્વારા નકકર કામ થાય એ વિચારો. ચકલીના માળાનું વિતરણ કર્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવે એનએસએસ શિબિરમાં ભાગીદાર થવું એ ઘટનાનું મહત્વ મોટું છે. સ્વાગત અને આભારવિધિ શિબિર સંચાલકો પ્રા.ડો મહાવીર ગોહિલ, પ્રા.હેતલ નાયક, પ્રા.ડો. અશ્વિન શર્મા અને પ્રા.ડો. સ્વાતિ નાયકે કરી હતી. આ 50થી વધુ શિબિરાર્થી ગામસફાઇ, નો પ્લાસ્ટીક યુઝ, રક્તદાન-નેત્રચિકિત્સા પર્યાવરણ જાળવો અભિયાનનું કામ કરી રહ્યાં છે. નવસારી રેડક્રોસ સોસાયટીના સહકારથી યોજાયેલ રક્તદાન શિબિરમાં ગામના 44 યુવાએ રકતદાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...