તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતરૂપ સમાચાર:કોરોના દર્દીઓને જરૂરી પ્લાઝમાની વ્યવસ્થા હવે નવસારીમાં, જિલ્લામાં પ્રથમ મશીન કાર્યરત

નવસારી15 દિવસ પહેલા
 • લોહીમાંથી સીધુ જ પ્લાઝમા છૂટુ પાડતું મશીન કાર્યરત
 • દર્દીઓને પ્લાઝમા આપવાથી તેમની સ્થિતિ સુધારવાના અહેવાલ

નવસારી જિલ્લામાં કોરોનાથી સાજા થયેલા દર્દીને જો પ્લાઝમા ડોનેટ કરવું હોય તો વલસાડ અથવા સુરત જવું પડતું હતું. નવસારી જિલ્લામાં અત્યાર સુધી આવા આધુનિક પ્રકારના મશીનો ઉપલબ્ધ ન હતા. પણ હવે નવસારીનું પ્રથમ પ્લાઝમા છૂટુ પાડતું મશીન કાર્યરત થતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર છે.

મશીન કાર્યરત થતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાહત

હાલમાં કોરોના કાળમાં દર્દીઓની બગડતી સ્થિતિમાં જો જરૂરી પ્લાઝમા ઉપલબ્ધ કરવામાં આવે તો તેમની સ્થિતિ સુધરે તેવા મેડિકલનો ક્ષેત્રનું તારણ છે. જેને જોતા માર્કેટમાં જે તે બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમાની પણ મોટી સંખ્યામાં ડિમાન્ડ છે. ત્યારે અત્યાર સુધી નવસારી જિલ્લામાં કોરોનાથી સાજા થયેલા દર્દીને જો પ્લાઝમા ડોનેટ કરવું હોય તો વલસાડ અથવા સુરત જવું પડતું હતું. નવસારી જિલ્લામાં અત્યાર સુધી આવા આધુનિક પ્રકારના મશીનો ઉપલબ્ધ ન હતા. પણ હવે નવસારીનું પ્રથમ પ્લાઝમા છૂટુ પાડતું મશીન કાર્યરત થતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર છે.ડોનર બે કલાક જેટલા સમયમાં પ્લાઝમા ડોનેટ કરી શકે છેવિજલપુર ખાતે આવેલા શ્રુશુશા બ્લડ સેન્ટર ખાતે આ મશીન લાવવામાં આવ્યું છે. હવે પ્લાઝ્મા ડોનર સમય વેડફ્યા વગર બે કલાક જેટલા સમયમાં પ્લાઝમા ડોનેટ કરીને તેઓ પોતાના રૂટીન કામગીરીમાં જોડાઇ શકે છે. નવસારી જિલ્લામાં પણ મેડિકલ સુવિધામાં વધારો થતા કોરોનાની સારવાર કરતા દર્દીઓ વહેલી તકે રિકવર થશે તેવી આશા દર્દીઓના પરિજનોને બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો