ખેતી વિશેષ:નહેરનું પાણી મળતા સતત ત્રીજા વર્ષે નવસારી જિલ્લામાં ઉનાળુ ડાંગરનું વાવેતર

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મરોલી પંથકના નડોદ ગામે ઉનાળું ડાંગરનો લહેરાતો પાક. - Divya Bhaskar
મરોલી પંથકના નડોદ ગામે ઉનાળું ડાંગરનો લહેરાતો પાક.
  • 4 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર થઇ ગયું, મહત્તમ નવસારી-જલાલપોરમાં

નવસારી જિલ્લામાં 4 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થઇ ગયું છે. સતત ત્રીજા વર્ષે ઉકાઈ ડેમનું પાણી મળતા વાવેતર થઇ શક્યું છે. જિલ્લાનો મુખ્ય પાક આજે પણ ડાંગર જ છે, જેમાં ચોમાસાની મોસમમાં 47 હજાર હેક્ટરમાં પાક લેવાય છે જે મોટેભાગે વરસાદ આધારિત હોય છે. જ્યારે ઉનાળુ મોસમમાં પણ થોડો લેવાય છે. જોકે તે નહેરના પાણી આધારિત વધુ હોય છે.

ગત ચોમાસે સારા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીનો સ્ટોક સારો હોય નહેરનું પાણી નવસારી જિલ્લાના ઉનાળુ ડાંગરને મળી રહ્યું છે. સતત ત્રીજા વર્ષે નહેરનું પાણી મળતા જિલ્લામાં ઉનાળુ ડાંગરનો પાક લઈ શકાયો છે. છેલ્લા રિપોર્ટ મુજબ જિલ્લામાં 4 હજાર હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે, જે 5 હજાર હેક્ટરથી વધુ થઈ જવાનો અંદાજ છે.

4 હજાર હેક્ટરમાં થયેલ વાવેતરમાં નવસારી તાલુકામાં હેક્ટરમાં અને જલાલપોર તાલુકામાં થયું છે. અન્ય તાલુકામાં ખૂબ ઓછું છે. મરોલીના નડોદના જાણીતા ખેડૂત દિલીપભાઈ રાયકા જણાવે છે કે હાલ સુધીમાં ઉનાળુ ડાંગરના પાકની સ્થિતિ સારી છે.

અન્ય સમાચારો પણ છે...