ભરતી:નવસારીમાં જિલ્લા હોમગાર્ડઝ દળમાં ભરતીનું આયોજન, હાલમાં જ ફોર્મ ભરવામાં આવ્યા હતા

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લા હોમગાર્ડઝ દળના નવસારી શહેર, બીલીમોરા, ચીખલી, ખેરગામ, વાંસદા યુનિટ ખાતે હોમગાર્ડઝદળમાં ભરતી થવા 27થી 31મી ઓકટોબર સુધી જે ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવેલા છે તે ઉમેદવારોએ સ્થળ પર જન્મતારીખ (લિવીંગ સર્ટી.), શૈક્ષણિક લાયકાતના સર્ટી, રહેઠાણના પુરાવા, ઇલેકશન કાર્ડ, આધારકાર્ડ અસલમાં તથા તેની પ્રમાણિત તથા તેની પ્રમાણતિ નકલ સાથે તથા સ્પોર્ટસ-રબર બુટ પહેરીને આવવા જણાવાયું છે.

હોમગાર્ડઝ દળમાં ભરતી થનાર વાંસદાના ઉમેદવારોએ 24મી નવેમ્બરે રજીસ્ટ્રેશન નંબર 1થી 300, 25મીએ વાંસદાના ઉમેદવારો રજીસ્ટ્રેશન નં-301થી 474, ખેરગામના ઉમેદવારો રજીસ્ટ્રેશન નં-01 થી 126, 27મીએ ખેરગામ રજીસ્ટ્રેશન નં-127 થી 173, ચીખલી રજીસ્ટ્રેશન નંબર-01 થી 205, બીલીમોરા રજીસ્ટ્રેશન નં- 01 થી 32 તેમજ 28મીએ બીલીમોરા શહેર રજીસ્ટ્રેશન નંબર-01 થી 100ના ઉમેદવારોએ સ્થળ પર હાજર રહેવું.

આ ભરતી સવારે 7 કલાકે પોલીસ હેડ કવાર્ટસ એરૂ, પરેડ ગ્રાઉન્ડ નવસારી મેદાન પર યોજાશે. જેમાં તમામ ઉમેદવારોને સમયસર હાજર રહેવા જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ, નવસારી દ્વારા જણાવાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે વિવિધ કામગીરીમાં હોમગાર્ડ જવાનોની સેવા લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...