તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યસન છોડો:યુવાનોને ડ્રગનું સેવન કરતા અટકાવવા ચિત્રો વહેતા કરાયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી પોલીસની ડ્રગ એબ્યુસ-ગેરકાયદે ટ્રાફિકિંગ સામે આંતર રાષ્ટ્રીય દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વની સાથે ભારત દેશમાં પણ દર વર્ષે 26મી જૂનને ‘International Day against Drug Abuse and Illicit Trafficking’ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ ખતરનાક ડ્રગ્સના ઉપયોગના કારણે લોકો તેમજ સમાજ પર પડતી વિપરીત અસરો તથા સમસ્યા વિશે પ્રજાને માહિતગાર કરવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ ડ્રગ્સ સાથે સંબંધિત મુદ્દાઓ વિશે સમાજ તેમજ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા અને સમગ્ર વિશ્વને ડ્રગ્સના ઉપયોગથી મુક્ત બનાવવાના હેતુથી ઉજવવામાં આવે છે.

નવસારી જિલ્લામાં પણ જાગૃતિને લગતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યસનની શરૂઆત મિત્ર દ્વારા થતી હોય છે. જેથી કોઇ મિત્ર સિગારેટ પીતો હોય કે નશીલી દવા કે ઇન્જેકશનનું સેવન કરતો હોય તો તેને સાથ સહકાર આપશો નહીં અને તેને પણ નશાનું સેવન કરતા અટકાવશો તેવી અપીલ પણ એસઓજીએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ વેચનાર-બનાવના અને વહન કરનારોઓને નાથવા સરકારે વર્ષ 1985માં ‘નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીકસ સબસ્ટન્સ એકટ 1985 કાયદો બહાર પાડ્યો હતો.

ડ્રગ્સના સેવનથી આ રોગ થઇ શકે છે
ગાંજો, ચરસ, બ્રાઉન સુગર જેવાં નશીલા પદાર્થોનું સેવન કરવાથી નશોમાં શિથિલતા આવે છે તેમજ હાઇબ્લડપ્રેશર જેવી બિમારી થાય છે. યકૃત રોગ, ઘણા પ્રકારનાં કેન્સર, સિરોસિસ અને યકૃતની નિષ્ફળતા અને હૃદયરોગ, વિવિધ અંગો કામ કરતા બંધ થઇ જાય, માનસિક સંતુલન ખોરવાઇ જાય, હાડકા ખુબ જ નબળા બની જાય, ટૂંકાગાળામાં આ ડ્રગ્સનું સેવન કરનાર વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે એટલે ડ્રગ્સને DEADLY ડ્રગ્સ પણ કહેવામાં આવે છે.

પેમ્ફલેટ વિતરણ સાથે સોશિયલ મીડિયામાં અપીલ
નવસારી એસઓજી દ્વારા પણ International Day against Drug Abuse and Illicit Traffickingની ઉજવણી કરી હતી. શનિવારે ડ્રગ્સના સેવન નહીં કરવા અને જાગૃતિને લગતા પેમ્ફલેટ દરેક પોલીસ મથકોએ વિતરણ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા મારફતે પણ યુવાનોને નશાકારક વસ્તુનું સેવન નહીં કરવા અપીલ કરી હતી. નાર્કોટીક સબસ્ટન્સ એકટ-1985 હેઠળ ભારત સરકારે પ્રતિબંધિત જાહેર કરેલ હોય ડ્રગ્સ બનાવનારને ઓછામાં ઓછી 10 વર્ષ અને 20 વર્ષ સુધીની સજા થઇ શકે છે. - કે.જી.લીંબાચીયા, પીઆઈ, નવસારી એસઓજી

અન્ય સમાચારો પણ છે...