ભાવ વધવાની દહેશત:નવસારી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલનું વેચાણ વધ્યું

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધવાની દહેશત છે

7મી માર્ચે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ પુન: વધવાની પૂરી શક્યતાને લઇ નવસારીમાં છેલ્લા ત્રણ દિવસથી લોકો વધુ પેટ્રોલ પુરાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ખાસ વધારો થયો નથી. જોકે, હવે વધવાની પૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા વધારો થઇ શકે છે. જોકે, હાલ સુધી વધારો કરવામાં આવ્યો નથી. જેનું કારણ હાલ ચાલી રહેલ પાંચ રાજ્યોની ચૂંટણીને ગણવામાં આવી રહ્યું છે. 7મી માર્ચના રોજ ચૂંટણી માટે મતદાન પૂર્ણ થનાર છે. ત્યારબાદ ભાવ વધવાની લોકોમાં દહેશત છે.

આ શક્યતાને ધ્યાનમાં લઇ નવસારીના પેટ્રોલ પંપો ઉપર હાલ વેચાણ વધ્યું છે. 10થી 15 ટકા વેચાણ વધ્યાની જાણકારી મળી છે. ટાટા સ્કૂલ નજીકના ઓટો મોબાઇલ પેટ્રોલ પંપના આશીષ મહેતા જણાવે છે કે, અમારે ત્યાં પણ છેલ્લા ત્રણેક દિવસમાં પેટ્રોલના વેચાણમાં સરેરાશ 15 ટકા જેટલો વધારો થયો છે. અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ વધારો થયાની જાણકારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...