તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં વ્યાપેલો આક્રોશ:વિદેશ જનારાઓને બીજો ડોઝ મેળવવા ધરમધક્કા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજની 150થી 200 પૈકી અત્યાર સુધીમાં 868માંથી 499ની અરજી મંજૂર કરવામાં આવી

દેશમાં કોરોનાના કહેરથી રાહત આપવા માટે મહાવેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે હાલ છેલ્લા કેટલાય દિવસોથી નવસારીમાં વેક્સિનના ડોઝમાં ઘટાડો જણાયો છે. અમુક દિવસે તો વેક્સિન ન હોવાને કારણે વેક્સિનેશન પ્રોગ્રામ બંધ પણ રાખવામાં આવ્યો હતો. ગત માસની 18મી તારીખેથી વિદેશ જનારા લોકો માટે બીજા ડોઝ સરળતાથી મળી રહે તે માટે અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

વિદેશ જનારા લોકોએ સૌ પ્રથમ બીજા ડોઝ માટે લેખીત અરજી કરવાની હોય છે અને ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટની તપાસ કરીને તેમનું લિસ્ટ બનાવી રસી આપવાની શરૂ કરવામાં આવી હતી. પણ હાલમાં તેની સ્થિતિ ખૂબ જ ધીમી થઇ જવા પામી છે. અરજી કરનારા લોકોને અરજી બાદ 10-12 દિવસ પછી વેક્સિન આપવામાં આવી રહી છે, તેવી ફરિયાદ અરજીકર્તા કરી રહ્યાં છે. 4 કલાક સુધી રાહ જોઇને વેક્સિન ન મળતા લોકો ગુસ્સે ભરાયા હતા અને આરોગ્ય વિભાગની અવ્યવસ્થા બાબતે એકત્ર થઇ ફરિયાદ કરી હતી. આ સાથે જ લિસ્ટમાં નામ આવ્યા બાદ તંત્ર તરફથી તેમને મેસેજ કે ફોન દ્વારા કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ પાસે રોજની 150-200 અરજી આવે છે. અત્યાર સુધી કુલ 868 અરજી આવી છે તેમાંથી કુલ 499 લોકોની અરજીને પાસ કરવામાં આવી છે અને 396 લોકોની અરજી હજી પ્રોસેસમાં છે. રોજની આટલી અરજી આવતી હોવાને કારણે તંત્રએ તેઓ માટે અલગ વેક્સિન સેન્ટર ઉભી કરીને કામગીરી ઝડપી બનાવવી જોઇએ. જેથી વિદેશ જનારા લોકો માટે રાહત મળી શકે અને ઝડપથી વેક્સિનેશન પૂર્ણ થઇ શકે.

12 દિવસે લિસ્ટમાં નામ આવ્યું પણ વેક્સિન નહીં
મારા પ્રથમ ડોઝના 28 દિવસ બાદ બીજા ડોઝ માટે અરજી આપી હતી. 12 દિવસ થઇ ગયા બાદ પણ કોઇ ફોન કે મેસેજ ન આવતા ઓફિસે આવીને તપાસ કરી તો લિસ્ટમાં નામ આવી ગયું હતું. ત્યાંથી મને જણાવાયું કે, તમારૂ કોઇપણ ઓળખકાર્ડ લેઇને કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર જઇ વેક્સિન લઇ શકો છો. સવારે 8.00 વાગ્યે લૂન્સિકૂઇ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં વેક્સિન લેવા ગયો મને 11.00 વાગ્યા સુધી બેસાડી રાખી અંતે જણાવાયું કે, અહિંયા માત્ર ઓનલાઇન વાળાને જ વેક્સિન મળશે અને મને ના કહી ગુરૂવારે સિવિલ હોસ્પિટલમાં જવા જણાવાયું. > ભાવિન મિસ્ત્રી, વેક્સિન માટે અરજીકર્તા

અન્ય સમાચારો પણ છે...